E100 New Fuel Policy:100% ઈથેનોલ ઈંધણને મળી મંજૂરી;નીતિન ગડકારીએ ભાવુક થઈ કહી આ વાત,પેટ્રોલ-ડીઝલથી મળશે છૂટકારો

નીતિન ગડકરીએ દેશમાં 100 ટકા ઈથેનોલ ઈંધણના ઉપયોગને કાયદાકીય રીતે મંજૂરી આપી છે. પેટ્રોલ-ડીઝલની મોંઘી આયાત પર ભારતની નિર્ભરતા ઓછી થશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 14 Jun 2026 10:09 PM (IST)Updated: Sun, 14 Jun 2026 10:09 PM (IST)
union-minister-nitin-gadkari-approve-100-per-cent-ethanol-fuel-will-get-rid-of-petrol-diesel

E100 New Fuel Policy: ભારતની ઈંધણને લઈ આત્મનિર્ભરતા તથા ગ્રીન એનર્જી (Green Energy)ની દિશામાં કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ દેશમાં 100 ટકા ઈથેનોલ (Ethanol) ઈંધણના ઉપયોગને કાયદાકીય રીતે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ પેટ્રોલ-ડીઝલની મોંઘી આયાત પર ભારતની નિર્ભરતા ઓછી કરવાનો તથા વૈકલ્પિક ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે.

નીતિન ગડકારીએ ભાવુક અંદાજમાં કહી આ વાત

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી હતી. શનિવારે રાત્રે 8 વાગે તેમણે 100 ટકા ઈથેનોલના ઉપયોગને કાયદાકીય રીતે માન્યતા આપતા નિયમોની એક ફાઈલ પર હસ્તાક્ષર કર્યાં છે. તેમણે જૂના દિવસોને યાદ કરતા ભાવુક અંદાજમાં કહ્યું કે શરૂઆતમાં જ્યારે તેઓ આ ટેકનોલોજી યાદ કરતાં હતા તો લોકો તેમના પર હસતા હતા અને ટીકા કરતાં હતા. જોકે આજે હકીકત બની ગઈ છે.

આયાત બિલ ઘટાડવાની તૈયારી

ગડકરીએ ભારતના ભારે ઈંધણ આયાત બિલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશ અત્યારે રૂપિયા 22 લાખની આયાત કરે છે. આ આયાતને ધીમે ધીમે ઓછું કરીને સંકલ્પ અંતર્ગત હવે દેશમાં જ ગેસનું ઉત્પાદન થશે અને પેટ્રોલ-ડીઝલના વિકલ્પ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. જેમાં ઈથેનોલ એક વધારે સારા વ્યવહારિક અને મજબૂત વિકલ્પ બનીને ઉભરશે.

શું કાર કંપનીઓની તૈયારી કેવી છે

નીતિન ગડકરીએ મારુતિ સુઝુકીની 100 ટકા ઈથેનોલ પર ચાલનાર વેગનઆરની ફ્લેક્સ-ફ્યુઅલ મોડેલને લોંચ કરવા અંગે ખુશી વ્યક્ત કરી.
આ ટેકનોલોજીમાં ટુ-વ્હિલર્સ પણ પાછળ નથી. ગડકરીએ જણાવ્યું કે લોંચ કરવામાં આવેલી મોટરસાઈકલોમાંથી ત્રણ હીરો મોટોકોર્પની છે. જેમાં બે અગાઉથી જ 100 ટકા ઈથેનોલ પર લોંચ કરવામાં આવી છે.

આગામી મહિનામાં ટોયોટા, સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી મોટી કંપનીઓ પણ તેમના એવા વાહનો બજારમાં ઉતારશે કે જે સંપૂર્ણપણે 100 ટકા ઈથેનોલ પર ચાલશે.