Stock Market Today: ભારતીય શેરબજાર સતત સોમવારથી ભારે મંદીમય સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. બુધવારે પણ શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો. હેવીવેઈટ શેરોમાં ભારે વેચવાલી, વધતી ભૂ-રાજકીય ચિંતા અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે રોકાણકારોએ એકંદરે વેચવાલીનો અભિગમ અપનાવ્યો હતો.
આજે BSE ખાતે ટોપ 30 શેર પૈકી 18 શેરમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળતો હતો અને બાકીના 12 શેરમાં તેજી જોવા મળી હતી. સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરોમાં મારુતિ 2.78 ટકા, પારવગ્રિડ 1.66 ટકા, ટાટા મોટર્સ પેસેન્જર વ્હિલકર 1.50 ટકા તૂટ્યા હતા. આ ઉપરાંત એશિયન પેઇન્ટ, ટાટા સ્ટીલ અને હિન્દુસ્તાન યુનિવિલરના શેરમાં ભારે ઘટાડો જોવા મળતો હતો.
આ શેરમાં આવ્યો 11 ટકાનો કડાકો
Balu Forge Industriesના શેર આજે 11.80 ટકા તૂટીને 512.95 પર બંધ રહ્યા હતા.Archean Chemical Industriesના શેર આશરે 5 ટકા તૂટી રૂપિયા 533 પર બંધ રહ્યો હતો. સિપ્લાના શેર 4 ટકાથી વધારે ગગડી 1467 પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સના શેર પણ 4 ટકા ગગડ્યા છે. ઓલા ઈલેક્ટ્રિકના શેર આજે પણ 3 ટકા ગગડ્યા હતા.
શેરબજારમાં ભારે ઘટાડો થવાનું કારણ
હેવી વેઈટ શેરમાં ભારે વેચવાલીઃ ઈન્ડેક્સના હેવીવેઈટ શેરમાં સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે રોકાણારો આ શેરોમાં મોટાપાયે નફારૂપી વેચવાલી કરી રહ્યા છે. તેમને ડર છે તે ભૂ-રાજકીય ચિંતાને લીધે શેરબજારમાં ચિંતા વધી શકે છે. બુધવારે HDFC Bankના શેરમાં 1.7 ટકા ગગડ્યા હતા.
જોકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 0.4 ટકા ઘટાડો થયો. એક દિવસ અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આશરે 4 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો.
ભૂરાજકિય ચિંતાઃ વેનેઝુએલામાં રાજકીય અફરા-તફરી અને તેની પેટ્રોલિયમ ભંડારને લઈ વધતી અનિશ્ચિતતતાથી વૈશ્વિક જોખમ ઉઠાવવાની ક્ષમતા હલી ગઈ છે. વેનેઝુએલા સંકટ બાદ હવે અનેક દેશોએ નિવેદનો આપવાનું શરૂ કર્યું છે, જેની શેરબજાર પર અસર જોવા મળી રહી છે.
વૈશ્વિક તથા એશિયાના બજારોમાં ભારે વેચવાલીઃ ભારતીય બજારો પણ સમગ્ર એશિયામાં ભારે ઘટાડાની અસર હેઠળ આવી ગયું હતું. રોકાણકારોએ વેનેઝુએલા સંકટને લીધે વૈશ્વિક એનર્જી સપ્લાઈ પર અનિશ્ચિતતાનોની શેરબજાર પર અસર જોવા મળતી હતી. જાપાનથી લઈ ચીન સુધીના બજારોમાં ઘટાડો જોવા મળતો હતો.
