Budget 2026 Share Market Today: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. જોકે શેરબજારને આ બજેટ બિલકુલ પસંદ ન આવ્યું અને બજારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રવિવારે BSE સેન્સેક્સ 1546.84 પોઈન્ટ (1.88%)ના ભારે ઘટાડા સાથે 80,722.94 પોઈન્ટ પર બંધ થયો હતો.
જ્યારે NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ 495.20 પોઈન્ટ (1.96%)ના ઘટાડા સાથે 24,825.45 પોઈન્ટ પર બંધ થયો. બજેટના દિવસે લીલા નિશાનમાં ખુલેલું બજાર બજેટ ભાષણ શરૂ થયા પછી થોડા સમય માટે તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો.આજની ભારે મંદીને પગલે રોકાણકારોના રૂપિયા 8 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થઈ ગયુ છે.
સેન્સેક્સના ફક્ત 3 શેર સુધારા સાથે બંધ રહ્યાં
આજના કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ લગભગ 2,300 પોઈન્ટ ઘટીને 79,899.42 ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ 82,726.65 ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. આ દરમિયાન નિફ્ટી 50 માં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, જે 24,571.75 ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યો.
રવિવારે સેન્સેક્સના 30 પૈકી ફક્ત 4 શેર તેજીના નિશાનમાં બંધ થયા હતા જ્યારે બાકી 26 મંદીમય માહોલમાં બંધ રહ્યા હતા. તેવી જ રીતે નિફ્ટી 50ના 50 પૈક ફક્ત 6 શેર સુધારા સાથે બંધ રહ્યા હતા, જ્યારે બાકીના 44 મંદીમય સ્થિતિમાં બંધ થયા હતા.
