Union Budget 2026 Cheaper Costlier List: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રવિવાર, 1 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં દેશનું કેન્દ્રીય બજેટ 2026 રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી તરીકે આ તેમનું સતત 9મું બજેટ હતું. આ બજેટમાં સરકારે કસ્ટમ ડ્યુટી (સીમા શુલ્ક) ના માળખામાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે, જેના સીધા પરિણામે રોજિંદા વપરાશની ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળશે.
આ વસ્તુઓ સસ્તી થશે
નાણામંત્રીએ તેમના ભાષણમાં ખાસ કરીને ભારતમાં ઉત્પાદિત થતી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમ ડ્યુટી ઘટાડવાની દરખાસ્ત મૂકી છે.
મોબાઈલ ફોનના સ્પેરપાર્ટ્સ અને બેટરી પરની ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો થશે. કાચા ચામડા અને ટેક્સટાઈલ સેક્ટર માટે ડ્યુટી ફ્રી નિકાસની સુવિધા આપવામાં આવી છે. પરિણામે, જૂતા, ચામડાની બેગ અને કપડાં સસ્તા થશે.
વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટી રાહત આપતા સરકારે TCS (Tax Collected at Source) નો દર 5% થી ઘટાડીને માત્ર 2% કર્યો છે. સંરક્ષણ ક્ષેત્રના ઉપકરણો પરની બેઝિક કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, રમતગમતની ચીજવસ્તુઓ પર પણ ડ્યુટી ઘટાડવામાં આવી છે. વ્યક્તિગત ઉપયોગ માટે વિદેશથી મંગાવવામાં આવતી વસ્તુઓ પરનો ટેરિફ રેટ 20% થી ઘટાડીને 10% કરવામાં આવ્યો છે.
Budget 2026: આ બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું?
| સસ્તું | મોંઘું |
| કપડાં | દારૂ |
| ચામડાની વસ્તુઓ | સ્ક્રેપ |
| સિન્થેટિક ફૂટવેર | ખનિજ |
| ચામડાની પ્રોડક્ટ્સ | ફ્યુચર્સ ઓપ્શન્સ ટ્રેડિંગ |
| 17 કેન્સર અને ડાયાબિટીસની દવાઓ ડ્યુટી ફ્રી હશે | |
| લિથિયમ-આયન સેલ | |
| મોબાઇલ બેટરી સસ્તી થશે | |
| સોલાર ગ્લાસ સસ્તો થશે | |
| મિશ્ર ગેસ સીએનજી | |
| ઇવી | |
| માઇક્રોવેવ ઓવન | |
| વિમાન ઇંધણ | |
| વિદેશ મુસાફરી |
