Loading...

Stock Market Today: અમેરિકા-ઈરાન યુદ્ધ અંગે અનિશ્ચિતતા વધતા બજારમાં ચિંતા, સેન્સેક્સ 1690 પોઇન્ટ, Nifty 485 પોઇન્ટ તૂટ્યા

પશ્ચિમી શેરબજારોમાંથી મળેલા નબળા સંકેતો અને એશિયાના બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં ચોતરફથી વેચવાલીનું ભારે દબાણ જોવા મળતુ હતું.U

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 27 Mar 2026 06:21 PM (IST)Updated: Fri 27 Mar 2026 06:21 PM (IST)
stock-market-worries-rise-as-uncertainty-over-us-iran-war-looms-sensex-falls-1690-points-nifty-falls-485-points-716670

Stock Market Today:વિશ્વ બજારોમાંથી મળેલા નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતે (27 March 2026)ના રોજ ભારે ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને લઈ જે અનિશ્ચિતતા પ્રવર્તિ રહી છે તેને પગલે શેરબજારમાં સતત ભારે વેચવાલી જોવા મળી હતી અને બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ(BSE Sensex) 1690.23 પોઇન્ટ એટલે કે 2.25 ટકા ગગડી 73,583.22 પર બંધ રહ્યો હતો.

જ્યારે નિફ્ટી (Nifty-50) પણ ઈન્ટ્રા-ડેમાં 22,804ની નીચી સપાટી બનાવ્યા બાદ છેલ્લે 484.85 પોઇન્ટ એટલે કે 2.09 ટકાના કડાકા સાથે 22,819 પર બંધ રહ્યો હતો.

પશ્ચિમી શેરબજારોમાંથી મળેલા નબળા સંકેતો અને એશિયાના બજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં ચોતરફથી વેચવાલીનું ભારે દબાણ જોવા મળતુ હતું.US ડોલર સામે રૂપિયો વિક્રમજનક નીચા સ્તર પર છે અને FII દ્વારા સતત મોટાપાયે વેચવાલી કરવામાં આવી રહી છે.

સેન્સેક્સ પેકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિગો, બજાજ ફાયનાન્સ, HDFC બેન્ક, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ, હિન્દુસ્તાન યુનિલિવર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અદાણી પોર્ટ્સના શેરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે TCS અને ભારતી એરટેલના શેરમાં સુધારો જોવા મળ્યો હતો.વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના વધી રહેલા ભાવો પણ શેરબજાર માટે ચિંતાનો વિષય બન્યો છે. બ્રેન્ટ ક્રુડની કિંમત પ્રતી બેરલ 110 ડોલર નજીક પહોંચી ગઈ છે.

સેક્ટોરલ ઈન્ડેક્સના મોરચે તમામ ઈન્ડેક્સના શેરોમાં મંદીમય માહોલ જોવા મળતો હતો. PSU Bank ઈન્ડેક્સ અને નિફ્ટી કેમિકલ ઈન્ડેક્સમાં સૌથી વધારે ધોવાણ થયું હતું. તેઆ ઉપરાંત નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.24 ટકા અને 1.88 ટકા ગગડ્યા હતા.

ક્ષેત્રીય મોરચે બધા સૂચકાંકો લાલ નિશાનમાં હતા. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ, PSU બેંક ઇન્ડેક્સ અને નિફ્ટી કેમિકલ ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યા હતા, જે અનુક્રમે 3.17 ટકા, 3.86 ટકા અને 3.44 ટકા ઘટ્યા હતા. વ્યાપક બજારમાં નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 2.24 ટકા અને 1.88 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.