Loading...

Stock Market Outlook: નવા સપ્તાહમાં આ 7 પરિબળો ભારતીય શેરબજારની દિશા-દશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે

31 માર્ચ (મંગળવાર) અને શુક્રવારે 3 એપ્રિલના રોજ અનુક્રમે શ્રી મહાવીર જયંતી (Shri Mahavir Jayanti) અને ગુડ ફ્રાઇડે (Good Friday)ને લીધે બજાર બંધ રહેશે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 29 Mar 2026 05:56 PM (IST)Updated: Sun 29 Mar 2026 05:57 PM (IST)
stock-market-outlook-these-7-factors-will-play-an-important-role-in-determining-the-direction-of-the-indian-stock-market-in-the-new-week-717811

Stock Market Outlook: આગામી નવા સપ્તાહમાં ભારતીય શેરબજારમાં ભારે ઉથલ-પાથલભરી સ્થિતિ જોવા મળશે. વીતેલા સપ્તાહમાં જ્યારે બેન્ચમાર્ક ઈન્ડેક્સ Sensexમાં 949.74 પોઇન્ટ અને Niftyમાં 294.9 પોઇન્ટનો કડાકો આવ્યો હતો ત્યારે હવે 30મી માર્ચથી શરૂ થનારા સપ્તાહમાં શેરબજારમાં વૈશ્વિક બજારોમાં પ્રવર્તિ રહેલી સ્થિતિની અસર જોવા મળશે.

અલબત આગામી સપ્તાહમાં 31 માર્ચ (મંગળવાર) અને શુક્રવારે 3 એપ્રિલના રોજ અનુક્રમે શ્રી મહાવીર જયંતી (Shri Mahavir Jayanti) અને ગુડ ફ્રાઇડે (Good Friday)ને લીધે બજાર બંધ રહેવાના હોવાથી સપ્તાહમાં 3 દિવસ જ કામકાજ થશે.

શેરબજારમાં આ સાત કારણોની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળશે.

  • વિશ્વ બજારમાંથી મળનારા સંકેતોની ભારતીય શેરબજાર પર અસર જોવા મળશે.
  • ક્રુડ ઓઈલ (Crude Oil Price)ની કિંમતોની ભારતીય શેરબજારના સેન્ટીમેન્ટ પર અસર થશે.
  • અમેરિકા-ઈઝરાયેલ તથા ઈરાન યુદ્ધ. યુદ્ધના આ મોરચે જો શાંતિ સ્થપાય તેવા સંકેત મળશે તો બજારમાં તેજી આવી શકે છે પણ આ બાબત અત્યાર કહેવી મુશ્કેલ છે.
  • દેશી સંસ્થાગત રોકાણકારો (FII) તરફથી ભારતીય શેરબજારમાં કરવામાં આવનાર ખરીદી કે વેચવાલી પણ દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
  • આ ઉપરાંત દેશના અર્થતંત્રમાંથી ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટાની પણ બજાર સેન્ટીમેન્ટ પર અસર થશે.
  • માર્ચ મહિના માટેના HSBC મેન્યુફેક્ચરિંગ PMI ડેટા
  • આ પરિબળો શેરબજાર પર નોંધપાત્ર અસર કરી શકે છે.
  • વૈશ્વિક મેક્રો પરિબળો ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ અને યુએસ-ઈરાન યુદ્ધવિરામની પ્રગતિ, બજારના સેન્ટિમેન્ટને પ્રભાવિત કરશે.
  • FII માટે રૂપિયાની સ્થિરતા પણ મહત્વપૂર્ણ રહેશે. સ્થાનિક સ્તરે, ફેબ્રુઆરીના ઔદ્યોગિક ઉત્પાદન ડેટા અને માર્ચ HSBC મેન્યુફેક્ચરિંગ PMI જેવા ડેટા બહાર પાડવામાં આવશે, જે આર્થિક ગતિ અને નાણાકીય સ્વાસ્થ્યનો સંકેત આપશે. નિષ્ણાતોના મતે, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ, રૂપિયાની ગતિવિધિઓ અને વૈશ્વિક બજારના વલણો પણ ભવિષ્યમાં બજારની દિશા નક્કી કરશે.