Stock Market Crash Today: ભારતીય શેરબજારમાં સતત બીજા સેશન દરમિયાન ભારે મંદી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે 1636 પોઇન્ટ અને 488 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે. આ સાથે સેન્સેક્સે મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની 72,000ની સપાટી ગુમાવી દીધી છે. નિફ્ટીએ પણ 22,500ની સપાટી ગુમાવી દીધી છે.
છેલ્લા બે સેશનમાં Sensex અને Nifty 3326 પોઇન્ટ અને 975 પોઇન્ટ તૂટ્યાં
છેલ્લા બે સેશનમાં સેન્સેક્સમાં 3,326 પોઇન્ટ એટલે કે 4.42 ટકા જ્યારે નિફ્ટીમાં 975 પોઇન્ટ એટલે કે 4.18 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા બે સેશન દરમિયાન ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ એટલે કે Market Capitalisation રૂપિયા 431 લાખ કરોડથી ગગડી રૂપિયા 413 લાખ કરોડ થઈ ગયું છે. આમ આ બે સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 18 લાખ કરોડનું જંગી નુકસાન થયું છે.
છેલ્લા એક મહિનામાં બોલાયેલો કડાકો

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયુ તેને પગલે ભૂરાજકિય પરિસ્થિતિ બગડવા ઉપરાંત વૈશ્વિક તથા ઘરેલુ શેરબજારોને પણ ભારે ઝાટકો લાગ્યો છે. યુદ્ધને એક મહિનો થઈ ગયો છે આ અને સમય ગાળામાં ભારતીય શેરબજારમાં રોકાણકારોની રૂપિયા 51 લાખ કરોડની સંપત્તિનો સફાયો થઈ ગયો છે.

27મી ફેબ્રુઆરીના રોજ BSEનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 4,63,50,671 કરોડ હતું, જે 30 માર્ચના રોજ ઘટીને રૂપિયા 4,11,88,938 કરોડ થઈ ગયું છે. આમ છેલ્લા એક મહિનામાં રૂપિયા 51,61,733 કરોડનું જંગી નુકસાન થયું છે.
