Loading...

FIIs Data News: વિદેશી રોકાણકારોએ ભારતના બજારોમાંથી પૈસા પાછાં ખેંચવાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા, માર્ચ મહિનામાં એવું શું થયું કે ઈતિહાસમાં ક્યારે નથી થયું

15 માર્ચ સુધી વિદેશી રોકાણકારો પાસે ભારતીય બજારમાં આશરે 710 અબજ ડોલરનું રોકાણ હતું, જે કૂલ બજારનું આશરે 15 ટકા છે. માર્ચ મહિનામાં તાઈવાનમાંથી 23 અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચાયું

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 27 Mar 2026 04:41 PM (IST)Updated: Fri 27 Mar 2026 04:41 PM (IST)
foreign-investors-fpi-in-the-indian-stock-market-broke-all-records-for-investment-withdrawals-in-march-716605

FIIs Data News: ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોની જંગી વેચવાલીની સ્થિતિ સતત આગળ વધી છે. ભારતીય શેરબજારના ઈતિહાસમાં કર્યારેય જોવા મળ્યું હોય એટલું જંગી વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI) દ્વારા માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં આશરે 11 અબજ ડોલર એટલે કે રૂપિયા 90,000 કરોડથી વધારે શેરની વેચવાલી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચોઃ Russia Sell Gold: રશિયાએ ઓચિંતા જ વિશ્વબજારમાં 25 વર્ષ બાદ 14 ટન સોનુ વેચી દીધુ, શું આ મજબૂરી છે કે ઊંચી કિંમતની ઉત્તમ તક?

અત્યાર સુધીમાં કોઈ એક મહિનામાં આટલું મોટું રોકાણ પાછું ખેંચાયું હોય તેવી પ્રથમ ઘટના છે. નિષ્ણાતોનું માનવું છે કે અનેક વૈશ્વિક અને ઘરેલુ કારણોને લીધે રોકાણકારોને જોખમ ઓછું કરવા માટે મજબૂર કર્યાં છે. FPI દ્વારા વેચવાલી કરવામાં આવી તેની પાછળ મુખ્યત્વે

  • US બોન્ડની ઉપજમાં ઝડપથી વધારો
  • રૂપિયામાં નબળી સ્થિતિ
  • પશ્ચિમ એશિયામાં વધી રહેલો તણાવ
  • ક્રુડ ઓઈલની કિંમતોમાં ઉછાળો

અમેરિકી ટ્રેઝરીની ઊપજ માર્ચની શરૂઆતથી જ 50 બેસિસ પોઇન્ટથી વધારે વધીને આશરે 4.4 ટકા સુધી પહોંચી ગઈ છે. જેથી જોખમ-મુક્ત રોકાણ વધારે આકર્ષક થઈ ગયું છે.

રૂપિયાના મુલ્યમાં સતત ધોવાણથી સ્થિતિ વધારે કથળી

ભારતીય રૂપિયો ડોલર સામે 94.78 ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે, જે મધ્ય પૂર્વ કટોકટી પછી લગભગ 4% નબળો પડ્યો છે. નબળો રૂપિયો વિદેશી રોકાણકારો માટે વળતર ઘટાડે છે, જેના કારણે તેઓ બજારમાંથી ઝડપથી પૈસા પાછા ખેંચી રહ્યા છે.

ક્રુડ ઓઈલની કિંમતો અને ભૂરાજકીય તણાવની અસર

બ્રેન્ટ ક્રુડ 100 ડોલર પ્રતી બેરલથી ઉપર થઈ ગયુ છે. હોર્મુઝની ખાડીમાં ઊર્જા પુરવઠામાં જે અવરોધ સર્જાયો છે તેને લીધે ભારત જેવા આયાતકાર દેશો માટે ચિંતા સર્જાઈ છે.

નિફ્ટી પર દબાણ

આ મહિને ડોલરના સંદર્ભમાં નિફ્ટી-50 આશરે 17% ઘટ્યો છે. જોકે તેનાથી 12 મહિનાની આગળની કમાણીના આધારે મૂલ્યાંકન લગભગ 17.4 ગણું ઘટી ગયું છે, જે 5 વર્ષની સરેરાશ 20 ગણી નીચે છે.

નિષ્ણાતોનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં FPI તરફથી વધુ મોટા પ્રમાણમાં વેચવાલી કરવામાં આવી શકે છે. ક્રુડ ઓઈલની ઊંચી કિંમતો, નબળો રૂપિયો અને વૈશ્વિક અનિશ્ચિતતાને લીધે વિદેશી રોકાણ મર્યાદિત રહ્યું છે.

વિશ્વના અન્ય બજારોની શું સ્થિતિ છે

વિદેશી ફંડોની જંગી વેચવાલી ફક્ત ભારતીય બજારો પૂરતી મર્યાદિત નથી. માર્ચ મહિનામાં તાઈવાનમાંથી 23 અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચવામાં આવ્યુ છે, જ્યારે દક્ષિણ કોરિયામાં 17.4 અબજ ડોલરની જંગી વેચવાલી કરવામાં આવી છે.નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ (NSDL)ની માહિતી પ્રમાણે 15 માર્ચ સુધી વિદેશી રોકાણકારો પાસે ભારતીય બજારમાં આશરે 710 અબજ ડોલરનું રોકાણ હતું, જે કૂલ બજારનું આશરે 15 ટકા છે.