NSE IPO: દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ છેવટે IPO રજૂઆત કરવા માટે આજે SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના શેરોનું BSE ખાતે લિસ્ટીંગ કરવામાં આવશે.
આ જાહેર ભરણું સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) આધારિત હશે, જેમાં વર્તમાન શેરધારકોના સમૂહથી એક્સચેન્જની આશરે 6 ટકા હિસ્સેદારી વેચવામાં આવશે. અનલિસ્ટેડ માર્કેટમાં NSEના મૂલ્યાંકન લગભગ રૂપિયા 5 લાખ કરોડ માનવામાં આવે છે.
તેના આધાર પર IPOનું કદ આશરે રૂપિયા 30,000 કરોડનું હોવાનો અંદાજ છે. તે વર્ષ 2024માં આવેલ Hyundai Motor Indiaના આશરે રૂપિયા 27000 કરોડના IPO બાદ ભારતીય મૂડી બજારમાં સૌથી મોટો IPO હોઈ શકે છે.
DRHP પ્રમાણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)આ IPOમાં સૌથી મોટું વિક્રેતા શેરધારક હશે. SBI આશરે 2.47 કરોડ શેર વેચાણ કરવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત MS Strategic (Mauritius) Limited, Canada Pension Plan Investment Board, Aranda Investments, Bank Of Baroda અને Stock Holding Corporation Of India પણ તેની હિસ્સેદારી વેચશે.
