Jio IPO Approves:મુકેશ અંબાણીની મોટી જાહેરાત,Jio IPOને બોર્ડ ઓફ ડિરેક્ટર તરફથી મળી મંજૂરી,SEBI સમક્ષ DRHP દાખલ

મૂડી બજારની નિયમનકર્તા SEBI સમક્ષ DRHP પણ દાખલ કરવામાં આવ્યું છે. સૂચિત JIO IPO રૂપિયા 10 ફેસ વેલ્યુ ધરાવતા 27 કરોડ સુધી નવા શેર ઈશ્યુ મારફતે રજૂ કરવામાં આવશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 19 Jun 2026 03:52 PM (IST)Updated: Fri, 19 Jun 2026 03:52 PM (IST)
jio-platforms-board-approved-for-ipo-fresh-shares-issue-of-27-crore-share-mukesh-ambani-announced

Jio IPO Approves:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર (MD) મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કંપનીની સામાન્ય બેઠક (AGM)માં શેરધારકોને સંબોધિત કરતાં માહિતી આપી છે કે કંપનીના બોર્ડે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (Jio DRHP)ને મંજૂરી આપી છે.

આ જાહેરાતના થોડા સમયમાં જ મૂડી બજારની નિયમનકર્તા SEBI સમક્ષ DRHP પણ દાખલ કરવામાં આવ્યું છે. સૂચિત JIO IPO રૂપિયા 10 ફેસ વેલ્યુ ધરાવતા 27 કરોડ સુધી નવા શેર ઈશ્યુ મારફતે રજૂ કરવામાં આવશે.

અંબાણીએ આ સાથે એવી પણ માહિતી આપી હતી કે તેમના માટે આ એક ખૂબ જ ભાવુક ક્ષણ છે. અને Jioના સૂચિત લિસ્ટીંગ વિશ્વને ભારતની વૈશ્વિક સ્તર, ગ્લોબલ ક્ષમતા તથા ગ્લોબલ વેલ્યુ ધરાવતી ટેકનોલોજી કંપની બનાવી શકે છે.

રોકાણકારો માટે Jio IPO મોટી તકનું સર્જન કરશે


મુકેશ અંબાણીનું કહેવું છે કે JIO IPO આ વર્ષે રિલાયન્સ માટે વેલ્યુ સર્જનની દિશામાં સૌથી મહત્વનો પડાવ છે. તેનાથી રિલાયન્સના શેરધારકોને માટે મોટું વેલ્યુ સર્જન કરવાની તક છે અને આ સાથે જ નવા શેરધારકોને રોકાણ માટે એક આકર્ષક તક પણ મળશે.

 

NSE IPOને પાછળ છોડી શકે છે Jioનો IPO


એવું માનવામાં આવે છે કે આ સૂચિત ઈશ્યુ NSEના આશરે 30,000 કરોડ રૂપિયા અને Hyundai Motor Indiaના રૂપિયા 27,870 કરોડ (આશરે રૂપિયા 3.3 અબજ ડોલર)ના પબ્લિક ઓફરિંગને પાછળ છોડી દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે. છેલ્લા એક વર્ષમાં લિસ્ટીંગની યોજનામાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે.