રોકાણકારો માટે મોટી ખબર! જિયોના IPO પર મુકેશ અંબાણી 19 જૂને આપશે સરપ્રાઈઝ?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 19 જૂને યોજાનારી AGMમાં મુકેશ અંબાણી Jio IPO અંગે મોટી જાહેરાત કરી શકે છે. ₹33,000 કરોડના આ મેગા આઈપીઓ અને જિયોના શાનદાર ક્વાર્ટર પરિણામો વિશે વાંચો વિગતવાર

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 28 May 2026 11:08 PM (IST)Updated: Thu, 28 May 2026 11:08 PM (IST)
big-news-for-investors-will-mukesh-ambani-surprise-jios-ipo-on-june-19

Jio IPO News: દેશના શેરબજાર અને કરોડો રોકાણકારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે Jio Platformsના આઈપીઓ (IPO) અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ટૂંક સમયમાં જ મોટો ધમાકો કરી શકે છે. કંપની દ્વારા આગામી 19 જૂનના રોજ વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બજારના નિષ્ણાતો અને મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ મેગા બેઠકમાં જિયોના આશરે $4 અબજ (અંદાજે ₹33,000 કરોડ)ના આઈપીઓ પરથી આખરે પડદો ઊંચકાઈ શકે છે.

નાના રોકાણકારોના હિતોને અપાશે પ્રાથમિકતા

આ વખતે જિયોના આઈપીઓનું માળખું (Listing Structure) કંઈક અલગ હોઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, કંપનીના વર્તમાન ગ્લોબલ રોકાણકારો ઈચ્છી રહ્યા છે કે IPOની વેલ્યુએશન અને પ્રાઇસ બેન્ડ ઊંચી રાખવામાં આવે. જોકે, મુકેશ અંબાણીની પ્રાથમિકતા હંમેશા નાના અને છૂટક (Retail) રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાની રહી છે. કંપનીનું માનવું છે કે જો કિંમત ખૂબ વધારે રાખવામાં આવે, તો લિસ્ટિંગના દિવસે રિટેલ રોકાણકારોને નુકસાન વેઠવું પડી શકે છે. આથી, આગામી AGMમાં લિસ્ટિંગના માળખામાં ફેરફાર અંગે કોઈ મોટી અને સત્તાવાર અપડેટ મળી શકે છે.

₹25,000 કરોડના દેવાની થશે ચુકવણી?

જો Jio પ્લેટફોર્મ્સનો આ આઈપીઓ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ તરીકે બજારમાં આવે છે, તો તેનાથી એકત્ર થનારી તમામ રકમ સીધી કંપનીના ખાતામાં જશે. અહેવાલો મુજબ, આ મેગા ફંડિંગમાંથી અંદાજે ₹25,000 કરોડનો ઉપયોગ કંપની પરના દેવાની ચુકવણી માટે કરવામાં આવી શકે છે, જ્યારે બાકીની રકમનો ઉપયોગ બિઝનેસના અન્ય વિસ્તરણ અને ટેકનોલોજીકલ જરૂરિયાતો માટે થશે.

ફક્ત ટેલિકોમ નહીં, ગ્લોબલ ટેક લીડર બનવા તરફ જિયોના કદમ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય વર્ષ 2026 (FY26)ના વાર્ષિક અહેવાલ પર નજર કરીએ તો, જિયો હવે માત્ર એક ટેલિકોમ ઓપરેટર મટીને ગ્લોબલ ટેકનોલોજી લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે. 5G નેટવર્કનું ઝડપી વિસ્તરણ, પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU)માં વૃદ્ધિ અને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સેવાઓની વધતી માંગને કારણે જિયોની સ્થિતિ ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમમાં અત્યંત મજબૂત બની છે. હાલમાં કંપની કનેક્ટિવિટીની સાથે-સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એડવાન્સ ડિજિટલ સેવાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

માર્ચ ક્વાર્ટરમાં નફા અને કમાણીમાં 13%નો બમ્પર ઉછાળો

નાણાકીય વર્ષ 2026ના ચોથા અને અંતિમ ક્વાર્ટર (Q4)ના પરિણામો પણ જિયોની મજબૂત આર્થિક સ્થિતિના પુરાવા રજૂ કરે છે.
ઓપરેટિંગ આવક: વાર્ષિક ધોરણે 13% વધીને ₹44,928 કરોડ પર પહોંચી.

  • ચોખ્ખો નફો: 13%ના ઉછાળા સાથે ₹7,935 કરોડ નોંધાયો.
  • ARPU (પ્રતિ યુઝર કમાણી): વધીને ₹214 થઈ ગઈ છે.
  • ડેટા ટ્રાફિક: માથાદીઠ સરેરાશ ડેટા વપરાશ દર મહિને 42.3 GB રહ્યો છે, જ્યારે કુલ ડેટા ટ્રાફિકમાં વાર્ષિક 35% નો મોટો ગ્રોથ જોવા મળ્યો છે.