Bank Nifty Crash:ભારતીય બેન્કિંગ સેક્ટર માટે માર્ચ 2026 ભારે પડકારજનક સાબીત થયો છે. Nifty Bankએ માર્ચ,2020 એટલે કે કોરોના કાળ બાદ સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો છે. Indexમાં સામેલ 14 બેન્કના શેરોમાં આ મહિનામાં આશરે 16 ટકાથી વધારે ઘટાડો થયો છે. આમ Nifty Bank Indexમાં છેલ્લા છ વર્ષમાં સૌથી નબળુ પ્રદર્શન કર્યું છે. આ અગાઉ માર્ચ 2020માં આ Index 30 ટકાથી પણ વધારે ગગડ્યો હતો.
તમામ બેન્કિંગ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી
આ ઘટાડાની સ્થિતિમાં સૌથી ખાસ વાત એ છે કે Indexમાં સામેલ તમામ શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. 14 બેન્કિંગ શેરોમાં 11 ટકાથી લઈ 22 ટકા સુધીનો કડાકો આવ્યો છે. આજે સોમવારે જે મંદી આવી છે તેને લીધે પ્રાઈવેટ બેન્કિંગ શેરમાં આશરે રૂપિયા એક લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશનનું ધોવાણ થતા રોકાણકારોને ભારે ઝાટકો લાગ્યો છે.
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) અને Union Bank Of Indiaના શેરમાં આશરે 18 ટકાનો ઘટાડો આવી ચુક્યો છે. જ્યારે HDFC Bankના શેરમાં 17.5 ટકાનો ઘટાડો થયો છે, જે વર્ષ 2008 બાદ વર્ષ દરમિયાન સૌથી નબળું પર્ફોમન્સ છે. ખાસ વાત તો એ છે કે HDFC બેન્કે વર્ષ 2014 બાદ દર્ષે પોઝીટીવ રિટર્ન આપ્યું હતું, પણ આ વખતે આ ટ્રેન્ડ તૂટી ગયો છે.
SBIના શેરમાં 19 ટકાના ઘટાડાએ તેને આ વર્ષે નેગેટિવ ઝોનમાં ધકેલી દીધો છે. યસ બેન્ક (Yes Bank) અને Axis Bankના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં યસ બેન્ક આશરે 16.46 ટકા અને Axis Bank આશરે 16 ટકા તૂટ્યો હતો.
નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં તાજેતરમાં ઉમેરાયેલ Yes Bank આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 20% ઘટ્યો છે, જ્યારે એક્સિસ બેંક વર્ષની શરૂઆતથી 8% ઘટ્યો છે.
જ્યારે કેટલીક બેંકોએ તુલનાત્મક રીતે સારું પ્રદર્શન કર્યું છે, તેઓ પણ આ ઘટાડાથી બચી શક્યા નથી. આ મહિને AU સ્મોલ ફાઇનાન્સ બેંક, ફેડરલ બેંક અને ICICI બેંક સૌથી ઓછા સંવેદનશીલ હતા, પરંતુ તેઓ પણ 11% થી 13% ની વચ્ચે ઘટ્યા છે.
