Corporate Results: પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિઝે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂપિયા 58 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો

કંપનીના સરેરાશ ત્રિમાસિક એસેટ અન્ડર મેનેજમેન્ટ(AUM)માં 20.9 ટકાની વૃદ્ધિ પાછળ કંપનીએ મજબૂત દેખાવ નોંધાવ્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 29 Jan 2026 11:33 PM (IST)Updated: Thu, 29 Jan 2026 11:33 PM (IST)
prudent-corporate-advisory-services-reports-net-profit-of-rs-58-crore-in-december-quarter

Prudent Corporate Advisory: સ્વતંત્ર રિટેલ વેલ્થ મેનેજમેન્ટ પ્રોવાઈડર પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિઝ લિમિટેડે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂપિયા 343.2 કરોડની આવક દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 20.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

કંપનીના સરેરાશ ત્રિમાસિક એસેટ અન્ડર મેનેજમેન્ટ(AUM)માં 20.9 ટકાની વૃદ્ધિ પાછળ કંપનીએ મજબૂત દેખાવ નોંધાવ્યો હતો. કંપનીનો કાર્યકારી નફો 18 ટકા વધી રૂપિયા 77.8 કરોડ પર જોવા મળ્યો છે. જ્યારે નેટ પ્રોફિટ 19.6 ટકા ઉછળી રૂપિયા 57.6 કરોડ પર નોંધાયો છે.

શેરબજારમાં રેંજ બાઉન્ડ મૂવમેન્ટ છતાં ઈક્વિટી-ઓરિએન્ટેડ AUMમાં વાર્ષિક ધોરણે 22.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂપિયા 1,25,730 કરોડ પર પહોંચ્યું હતું. ક્વાર્ટર દરમિયાન રૂપિયા 12,909 કરોડના મજબૂત નેટ સેલ્સ ઉપરાંત ઈન્ડસ કેપિટલની ખરીદીએ પણ આમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં મંથલી સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP) બુક વાર્ષિક ધોરણે 21 ટકા વધી રૂપિયા 1135 કરોડ પર રહી હતી.

ત્રીજા ક્વાર્ટરના પરિણામ વિશે બોલતાં પ્રૂડન્ટ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર સંજય શાહે જણાવ્યું હતું કે,ઈન્ડસ કેપિટલનું ઈન્ટિગ્રેશન ખૂબ સરળતાપૂર્વક ચાલી રહ્યું છે. અમારા પ્લેટફોર્મ માટે આ એક કેશ-એક્રેટીવ ઉમેરો છે તેમજ તેને કારણે ડિસ્ટ્રીબ્યુશન ક્ષમતા મજબૂત બની છે. આ સફળતાને જોતાં ભવિષ્યમાં જે મ્યુચ્યુલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ મોટું કદ ધરાવતાં, ટેક્નોલોજી-ચલિત પ્લેટફોર્મ સાથે જોડાવા ઈચ્છુક છે તેમને માટે પ્રૂડન્ટ મોકળુ મન ધરાવે છે. રૂપિયા 540 કરોડની અમારી ટ્રેઝરી બુક અમને આ પ્રકારની તકો ઝડપવા માટે સક્ષમ બનાવે છે.