AI-powered business: મ્યુચ્યુલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ(MFDs) માટેના ફિનટેક પ્લેટફોર્મ પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિઝ લિમિટેડે સોમવારે તેના AI-પાવર્ડ બિઝનેસ મેનેજમેન્ટ ટુલ Edge+ના લોંચની જાહેરાત કરી છે. Edge+નો ઉદ્દેશ બિઝનેસ પાર્ટનર્સને સ્માર્ટ આયોજન, વધુ સારી અને ઝડપી કસ્ટમર સર્વિસિસ તથા બિઝનેસની વધુ સારી પ્રગતિમાં સહાયક બનવાનો છે.
અમારા મ્યુચ્યુલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સ ગ્રાહકને સમજે છે તે રીતે કોઈપણ સોફ્ટવેર સમજી શકે નહિ. તે ઈમોશ્નલ ક્વોશન્ટ(EQ) છે અને પાર્ટનર સાથે હંમેશા રહે છે. Edge+ એક ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ(IQ) અને સપોર્ટ સિસ્ટમ છે, જે દરેક ભાગીદારને ઝડપી, ધારદાર અને હવે શું થવાનું છે તે માટે તૈયાર રાખે છે. બિઝનેસ પાર્ટનરને બિઝનેસમાં ઝડપી વૃદ્ધિ અને સમયમાં બચતના બે મુખ્ય પરિણામોને લક્ષ્યમાં લઈ Edge+ને તૈયાર કરવામાં આવ્યું છે.
ડિસ્ટ્રીબ્યુટર્સ તેમના ગ્રાહકોને હવેથી કેટલીક મિનિટ્સમાં ગોલ-બેઝ્ડ સોલ્યુશન્સ પૂરાં પાડી શકે છે. ગ્રાહકના રિસ્ક પ્રોફાઈલ અને ઈન્વેસ્ટમેન્ટ હોરાઈઝનને Edge+માં ઉમેરવાથી AI તેમના માટે ઈક્વિટી, ડેટ અને અન્ય હાઈબ્રીડ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં એસેટ એલોકેશનની ભલામણ કરે છે. પાર્ટર્નસ સમાન AI-પાવર્ડ સ્ક્રિન પરથી રેડી-મેડ ઈમેઈલ કોમ્યુનિકેશન તથા ટ્રાન્ઝેક્શન્સ પણ કરી શકે છે.
ડિસ્ટ્રીબ્યુટર્સ તેમની વર્તમાન બુકમાં જ વૃદ્ધિની દરેક તકોને જોઈ શકે છે અને તેના પર કામ પણ કરી શકે છે. ઉંમર પ્રમાણે અને AUM-વાર(AUM wise) સેગમેન્ટાઈઝેશન ડિસ્ટ્રીબ્યુટર્સને ગ્રાહકોને યોગ્ય પ્રોડક્ટ્સ રજૂ કરવામાં સહાયતા કરી શકે છે. બાહ્ય AUM ડેટા સચોટ અને સુમાહિતગાર વાતચીત માટેની ભૂમિકા પૂરી પાડે છે.
