PM Kisan Yojana 23rd Installment:PM મોદીએ પશ્ચિમ બંગાળથી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'નો 23મો હપ્તો રિલીઝ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના તારકેશ્વર-હુગલીથી PM કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કર્યો છે. આ અંતર્ગત 9.44 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂ. 18,880 કરોડ સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 20 Jun 2026 06:39 PM (IST)Updated: Sat, 20 Jun 2026 06:39 PM (IST)
pm-kisan-yojana-23rd-installment-pm-modi-released-the-23rd-installment-ofpradhan-mantri-kisan-samman-nidhi-yojana-from-west-bengal

PM Kisan Yojana 23rd Installment:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે બંગાળની ધરતીથી PM કિસાન સન્માન નિધિ (PM Kisan Yojana) યોજનાનો 23મો હપતો ઈશ્યુ કર્યો છે. આ પ્રસંગે દેશભરના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે રૂપિયા 2,000-2,000 રકમ મોકલવામાં આવી છે.


ખેડૂતોના ખાતામાં 23માં હપ્તાના રૂપિયા 2-2 હજાર આવવાની શરૂઆત થઈ ચુકી છે. જો તમે એક યોગ્યતા ધરાવતા ખેડૂત છો તો તમારા ખાતામાં પૈસા આવી ગયા હશે અથવા થોડા સમયમાં જમા થઈ શકે છે.


9.44 કરોડથી વધારે ખેડૂતો ખાતામાં પહોંચ્યા રૂપિયા 18880 કરોડ

સરકારની માહિતી પ્રમાણે 23મો હપતો (PM Kisan Yojana 23rd Installment) અંતર્ગત 9.44 કરોડથી વધારે ખેડૂતોને લાભ મળે છે. તે માટે આશરે રૂપિયા 18,880 કરોડની રકમ સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સરકારી આંકડા પ્રમાણે 23મો હપતો જારી થવા સાથે જ યોજના અંતર્ગત ખેડૂતોને વિતરીત કરવામાં આવેલ રકમ રૂપિયા 4.46 લાખ કરોડથી વધારે છે.

PM-KISAN યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે રૂપિયા 6000ની આર્થિક સહાયતા આપવામાં આવે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોને બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે. દરેક હપ્તામાં રૂપિયા 2,000ની ચુકવણી કરવામાં આવે છે.