New Income Tax Rule: કેન્દ્રીય બજેટ 2026-27ની રજૂઆત પછી સરકારે સામાન્ય કરદાતાના જીવન પર સીધી અસર કરે તેવા અનેક કરવેરા સંબંધિત ફેરફારોને લઈ સ્પષ્ટતા કરી રહી છે. નાણા મંત્રાલયે આવકવેરા વિભાગ દ્વારા એક FAQ જારી કર્યો જેમાં બજેટ દરખાસ્તોમાંથી કેટલીક જોગવાઈને જમીની સ્તર પર લાગુ કરવામાં આવશે તેની રૂપરેખા આપવામાં આવી હતી. આ ફેરફારો મહત્વના છે કારણ કે નવો આવકવેરા કાયદો,2025 હવે 1લી એપ્રિલ-2026 થી અમલમાં આવશે.
હવે શું બદલાશે?
કરદાતા પાસે હવે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવા માટે વધુ સમય રહેશે. અગાઉ સમય મર્યાદા મર્યાદિત હતી પરંતુ હવે વ્યક્તિઓ ચાર વર્ષ (48 મહિના)ની અંદર અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે, પછી ભલે તેઓએ અગાઉ રિટર્ન ફાઇલ કર્યું હોય કે ન કર્યું હોય. જોકે, વિલંબ જેટલો સમય લાંબો હશે એટલા વધારાનો કર આપવાનો રહેશે.
આ કરવેરા 25% થી 70% સુધી હશે. સારા સમાચાર એ છે કે હવે અપડેટેડ રિટર્ન દ્વારા નુકસાન ઘટાડવું શક્ય બનશે અને પુનઃમૂલ્યાંકન સૂચના મળ્યા પછી પણ અપડેટેડ રિટર્ન દંડ વગર ફાઇલ કરી શકાય છે.
અહીં પણ રાહત
નાના વ્યવસાયો અને ઓડિટ ન હોય તેવા કેસોને રાહત આપવામાં આવી છે. આવા કેસોમાં ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી જુલાઈથી વધારીને 31મી ઓગસ્ટ કરવામાં આવી છે. માર્ગ અકસ્માતો માટે મળતા વળતર પરનું વ્યાજ હવે સંપૂર્ણપણે કરમુક્ત કરવામાં આવ્યું છે અને TDS કાપવામાં આવશે નહીં. મિલકત ખરીદનારા માટે પણ રાહત ઉપલબ્ધ છે: જો કોઈ નિવાસી NRI પાસેથી મિલકત ખરીદે છે તો તેમને TDS કાપવા માટે TAN મેળવવાની જરૂર રહેશે નહીં, ફક્ત PAN પૂરતું હશે.
TDS નિયમો સરળ બનાવવામાં આવશે
બજેટ 2026 માં TDS નિયમોને પણ સરળ અને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. મેનપાવર સપ્લાઈને હવે સ્પષ્ટપણે 'કોન્ટ્રાક્ટ વર્ક' ગણવામાં આવશે, જેનાથી TDS અંગેની મૂંઝવણ દૂર થશે.નાના કરદાતા હવે ઓછા અથવા શૂન્ય TDS પ્રમાણપત્રો માટે ઓનલાઈન અરજી કરી શકશે. રોકાણકારોને પણ રાહત આપવામાં આવી છે - મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ અને ડિવિડન્ડ આવક માટે અલગ ઘોષણા સબમિટ કરવાને બદલે હવે એક જ ઘોષણા પૂરતી રહેશે.
અસ્પષ્ટ આવકમાં ફેરફાર
સૌથી મહત્વના ફેરફાર અસ્પષ્ટ આવક અંગે છે. પહેલાં કરનો દર 60% હતો પરંતુ હવે તે ઘટાડી 30% કરવામાં આવ્યો છે. જો કરદાતા તેમના રિટર્નમાં આવી આવક સ્વ-જાહેર કરે છે તો કોઈ દંડ થશે નહીં. વધુમાં કર વિભાગ હવે એક જ આકારણી અને દંડનો આદેશ જારી કરી શકશે, જેનાથી લાંબી કાનૂની પ્રક્રિયા ઓછી થશે. ઘણા કિસ્સામાં દંડ અને કાર્યવાહીથી મુક્તિનો અવકાશ પણ વિસ્તૃત કરવામાં આવ્યો છે.
