Loading...

New Income Tax Act: 1લી એપ્રિલ 2026થી દેશમાં નવો આવક વેરા કાયદો લાગૂ થશે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની મોટી જાહેરાત

નવો કાયદો કરવેરા સંબંધિત કાયદાને સરળ બનાવવા તથા કાયદામાં શબ્દોની મહત્તમ સંખ્યાને ઓછી કરશે. તેનાથી સમજવામાં સરળતા રહેશે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 01 Feb 2026 02:42 PM (IST)Updated: Sun 01 Feb 2026 02:42 PM (IST)
new-income-tax-law-will-implemented-in-the-country-from-1st-april-2026-big-announcement-by-finance-minister-nirmala-sitharaman-683683

New Income Tax Act: બજેટ 2026 રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman)એ મોટી જાહેરાત કરી છે. હવે 1લી એપ્રિલ 2026 (1st April 2026)થી નવો ઈનકમ ટેક્સ(New Income Tax Act) લાગૂ થશે. તેના અમલીમાં આવ્યા બાદ દંડને બદલે ટેક્સ આપી છૂટ મેળવી શકાશે. ખોટા રિપોર્ટીંગ પર છૂટની દરખાસ્ત છે. તેમાં ભારતમાં ડેટા સેન્ટર નિર્માણ કરનારી કંપનીઓને છૂટ આપવાની દરખાસ્ત છે.

આ ઉપરાંત કોર્ટ સજાને દંડમાં તબદિલ કરી શકાય છે. ઈનકમ ટેક્સ ફોર્મને વધુ સરળ બનાવવામાં આવ્યું છે, લાગૂ દરો ઉપરાંત વધારાના 10 ટકા આપવાની છૂટ મળી શકે છે.ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના વડા રવિ અગ્રવાલે કહ્યું હતું કે આવક વેરા વિભાગ જાન્યુઆરી સુધી સરળ આવક વેરા અધિનિયમ 2025 અંતર્ગત ITR Form તથા નિયમોને અધિસૂચિત કરી દેશે.

નવો IT ધારો શું છે (What Is New Income Tax Act)
ઈનકમ ટેક્સ એક્ટ એક એપ્રિલથી શરૂ થનારા નવા નાણાકીય વર્ષથી અમલી બનશે. વિભાગનો ઉદ્દેશ નવા કાયદા અંતર્ગત અનુપાલનને સરળ કરવા માટે ઈનકમ રિટર્ન ફોર્મને સરળ રાખવાનો છે. નવો કાયદો છ દાયકા જૂના આવક વેરા અધિનિયમ 1961નું સ્થાન લેશે.

આવક વેરા અધિનિયમ 2025 આગામી નાણાકીય વર્ષ એટલે કે વર્ષ 2026-27 (1લી એપ્રિલ 2026)થી લાગુ થશે. નવો કાયદો કરવેરા સંબંધિત કાયદાને સરળ બનાવવા તથા કાયદામાં શબ્દોની મહત્તમ સંખ્યાને ઓછી કરશે. તેનાથી સમજવામાં સરળતા રહેશે. નવો કાયદો કોઈ કરવેરાના દરને લાગૂ કરતો નથી તે ફક્ત શબ્દોને સરળ બનાવે છે,જે જટિલ આવક વેરા કાયદાને સમજવા માટે ખૂબ જ જરૂરી છે.

નવા કાયદામાં બિનજરૂરી જોગવાઈ અને જૂની ભાષા દૂર કરવામાં આવી છે અને 1961ના આવકવેરા કાયદામાં કલમોની સંખ્યા 819 થી ઘટાડીને 536 અને પ્રકરણોની સંખ્યા 47 થી ઘટાડીને 23 કરવામાં આવી છે. નવા કાયદામાં શબ્દોની સંખ્યા 512,000 થી ઘટાડીને 2,60,000 શબ્દો કરવામાં આવી છે અને સ્પષ્ટતા વધારવા માટે 1961ના કાયદાના સંક્ષિપ્ત ટેક્સ્ટને બદલવા માટે 39 નવા કોષ્ટકો અને 40 નવા સૂત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.