Pension Dividend: PNB મેટલાઇફ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે તેની ULIP પ્રોડક્ટની સાથે સાથે PNB મેટલાઇફ પેન્શન ડિવિડન્ડ લીડર્સ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેને યુનિટ લિંક્ડ પેન્શન સેવિંગ્સ પ્લાન વૈયક્તિક નોન-પાર્ટિસિપેટિંગ PNB મેટલાઇફ સ્માર્ટ ઇન્વેસ્ટ પેન્શન પ્લાન પ્રો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
PNB મેટલાઇફ પેન્શન ડિવિડન્ડ લીડર્સ ઇન્ડેક્સ ગ્રાહકોને પેન્શનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા ઇન્સ્યોરન્સ સોલ્યુશનની વ્યવસ્થામાંથી લાભ મળી રહે તેની સાથે સાથે ડિવિડન્ડલક્ષી કમ્પાઉન્ડિંગ અભિગમ મારફતે રિટાયરમેન્ટ સેવિંગ્સનું નિર્માણ કરવામાં મદદ કરવાનો હેતુ ધરાવે છે. આ ફંડને પેસિવ ઇક્વિટી સ્ટ્રેટજી તરીકે ડિઝાઇન કરાયેલો છે અને BSE 500 ડિવિડન્ડ લીડર્સ 50 ઇન્ડેક્સ કસ્ટમાઇઝ્ડ ઇન્ડેક્સ IRDAI ઇન્વેસ્ટમેન્ટ ધોરણોનું પાલન કરવા માટે PNB મેટલાઇફ ઇન્ડિયા માટે BSE ઇન્ડેક્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં અને જાળવવામાં આવે છે.
આ ફંડ 1 એપ્રિલથી 19 એપ્રિલ, 2026ના સમયગાળા દરમિયાન ન્યૂ ફંડ ઓફરિંગ (NFO) ઉપલબ્ધ બનશે. તેની પ્રારંભિક નેટ એસેટ વેલ્યુ (NAV) રૂ.10 પ્રતિ યુનિટ રાખવામાં આવી છે અને તેની પ્રથમ NAV 20 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. ગ્રાહકો પોલિસીબજાર અને PNB મેટલાઇફના ડાયરેક્ટ ટૂ કન્ઝ્યુમર ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઉપલબ્ધ બનશે. ડિજિટલ અને પાર્ટનર પ્લેટફોર્મ થકી ફંડની ઉપલબ્ધતા સમગ્ર ભારતભરમાં રિટાયરમેન્ટ પ્લાનિંગ સોલ્યુશનનો વ્યાપક એક્સસને સહાયતા કરે છે.
સક્ષમ ડિવિડન્ડ ચુકવણીકર્તાઓની વિશ્વસનિયતાઃ BSE 500 ડિવિડન્ડ લીડર્સ 50 ઇન્ડેક્સનું પ્રતિબિંબ રજૂ કરતી સાતત્યપૂર્ણ રીતે ડિવિડન્ડ ચુકવણી માટે જાણિતી ટોચની 50 કંપનીઓમાં પેસિવ રોકાણો.
નફાકારકતા અને મુક્ત રોકડ પ્રવાહ ઉપર ધ્યાનઃ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મૉલ કેપ સેગમેન્ટમાં મૂળભૂત રીતે મજબૂત અને નફાકારક કંપનીઓના ઇન્ડેક્સનું પ્રતિબિંબ રજૂ કરે છે.
સિસ્ટેમેટિક વેલ્થ ગ્રોથઃ સમયાંતરે ચક્રવૃદ્ધિ અસરને સહાયતા કરવા માટે મળેલા ડિવિડન્ડનું પુનઃરોકાણ કરવામાં આવે છે.
પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટજીઃ સુનિયોજિત, નિયમ આધારિત અભિગમ સાથે ઇક્વિટી માર્કેટમાં રોકાણનો વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે.
રિટાયરમેન્ટલક્ષી અભિગમઃ પેન્શન પ્લાનિંગ માટે લાંબા ગાળાની આવકના સર્જન અને મૂડીની વૃદ્ધિને સહાયતા કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આ લોન્ચ પ્રસંગે આનંદ વ્યક્ત કરતાં PNB મેટલાઇફના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સંજય કુમારે જણાવ્યું હતું કે વર્ષ 2036 સુધીમાં 230 મિલિયનથી વધારે લોકો 60થી વધુ ઉંમરના હશે.PNB મેટલાઇફ પેન્શન ડિવિડન્ડ લીડર્સ ઇન્ડેક્સ ફંડને મજબૂત પેન્શન ઇન્સ્યોરન્સ ફ્રેમવર્ક ધરાવતાં શિસ્તબદ્ધ, પેસિવ ઇન્વેસ્ટમેન્ટ અભિગમ ઉપલબ્ધ કરાવીને ભારતનો રિટાયરમેન્ટ ગેપ દૂર કરવામાં મદદ કરવા ડિઝાઇન કરાયું છે.
