ITR Filling 2026: નાણાકીય વર્ષ 2025-2026 એટલે કે આંકરણી વર્ષ 2026-2027 માટે આવક વેરા રિટર્ન (ITR) ફાઈલિંગ શરૂ થઈ ચુક્યું છે અને આ વખતે ફોર્મ્સમાં અનેક મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. Income Tax Department Of India એ આ મહત્વના ફેરફારનો ઉદ્દેશ પારદર્શિતા વધારવા, ખોટી માહિતી અટકાવવા અને ફાઈલિંગને લગતી પ્રક્રિયાને વધારે ચોક્સાઈ કેળવવાનો છે.
ITR ફોર્મમાં વધારે માહિતી આપવાની રહેશે
આ વર્ષે સૌથી મોટું પરિવર્તન એ આવ્યું છે કે કરદાતાઓને અગાઉની તુલનામાં વધારે માહિતી આપવાની રહેશે. હવે કરદાતાઓએ દરેક આવકના સ્રોતો, રોકાણ, કેપિટલ ગેઈન તથા અન્ય ફાયનાન્શિયલને લગતી માહિતી સ્પષ્ટ રીતે ભરવાની રહેશે. તેનાથી ટેક્સ વિભાગ માટે તમારી માહિતીની ખરાઈ કરવી સરળ રહેશે તથા ખોટી માહિતી આપવાની શક્યતા ઓછી થઈ જશે.
નવા Secondary Address ફિચર જોડવામાં આવ્યું
ITR ફોર્મમાં આ વખતે કોલમ ઉમેરવામાં આવ્યું છે. જેમાં કરદાતા તેમના બીજા એડ્રેસને પણ આપી શકે છે. આ સુવિધા વિશેષ કરીને એવા લોકો માટે ઉપયોગી છે કે જે અલગ-અલગ શહેરોમાં રહે છે અથવા તો કામ કરે છે.
કેપિટલ ગેઈન અંગે રિપોર્ટીંગ સરળ બન્યું
અગાઉ મૂડીગત લાભને અલગ-અલગ અવધિ માટે છે (જેમ કે એક નિયત તારીખ અગાઉ અને બાદમાં) રિપોર્ટ કરવો પડતો હતો, જોકે હવે આ પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. તેનાથી રોકાણકારો માટે ITR ભરવાનું સરલ થઈ ગયું છે.
વિદેશી સંપત્તિ અને આવકની માહિતીને લઈ કડક વલણ
જો તમારી પાસે વિદેશમાં કોઈ સંપત્તિ, રોકાણ અથવા આવકના સ્રોત છે તો હવે તેને વધારે વિસ્તારથી માહિતી આપવી જરૂરી બને છે. આ પગલાનો ઉદ્દેશ ટેક્સ ચોરી અટકાવવાનો અને પારદર્શિતા વધારવા માટે ભરવામાં આવેલ પગલું છે.
અલગ-અલગ કરદાતા માટે માહિતીને તર્કસંગત કરવામાં આવી
સરકારે કેટલાક સેક્શનમાં માહિતી આપવાના નિયમોને સરળ બનાવ્યા છે. ખાસ કરીને Representative Assessee સાથે સંકળાયેલા કિસ્સામાં માહિતીને વ્યવસ્થિત અને સરળ કરવામાં આવી છે, જેથી ફાઈલિંગમાં કોઈ ગેરરીતિ કે ગેરસમજ ન થાય.
