Personal Loan Or Gold Loan:પર્સનલ ફાઈનાન્સ સાથે આપણે હંમેશા ઉત્તમ રીતે સંચાલન કરવા સતત પ્રયાસ કરતા હોઈએ છીએ. આ માટે આપણે મોટે ભાગે આપણી તાત્કાલિક અને લાંબા ગાળાની જરૂરતોને કયાં રોકાણો અથવા લોન અનુકૂળ રહેશે એ વિચાર કરવાની કવાયત હાથ ધરતા હોઈએ છીએ. અલબત તેમ છતાં ઘણા બધા પર્સનલ ફાઈનાન્સને લગતા સંચાલનના નિયમ અવગણે છે અને મિત્રો પાસેથી સ્ટોપ-ગેપ ફાઈનાન્સ મેળવવા સાથે ક્રેડિટ કાર્ડ ઉધાર અને પર્સનલ લોન સાથે સંઘર્ષ કરતા રહે છે.
જોકે આપણામાંથી અમુક લોકો વાહન કે વેપાર, મિલકત નોંધણીની ફી, વિદેશ પ્રવાસ અથવા તબીબી બિલો માટે એડવાન્સ ચુકવણી કરવાની વાત આવે ત્યારે સૌથી આસાન ધિરાણ વિકલ્પ ગોલ્ડ લોનની અવગણના કરીએ છીએ.
ભારતમાં લગભગ બધા જ પરિવારો અમુક માત્રામાં સોનું ધરાવે છે. તેઓ એકત્રિત રીતે આશરે 1.5- 2 ટ્રિલિયન મૂલ્ય ધરાવતી 27 હજાર ટન કીમતી ધાતુ એટલે કે સોનું ધરાવે છે. જોકે આવી કોલોઝલ એસેટ્સ ઘણા બધા ધારકો અથવા વિશાળ રાષ્ટ્ર માટે થોડું મૂલ્ય ઉમેરે છે, કારણ કે તેમાંથી ફક્ત 7 ટકા ખાસ કરીને ધિરાણ સામે કોલેટરલ તરીકે ઉપયોગી બની શકે છે. ઘણા બધા તેને પ્રિય કૌટુંબિક સંપત્તિ માને છે, કારણ કે તે અજાયબી રીતે કામ કરે છે. ફક્ત કટોકટીઓમાં જ નહીં પરંતુ વ્યક્તિ આકાંક્ષા પરિપૂર્ણ કરવા અથવા રોજબરોજની જરૂરતને પરિપૂર્ણ કરવા માટે નાણાં ચાહતો હોય તેવા લગભગ બધા સંજોગોમાં તે ઉપયોગી નીવડી શકે છે.
અન્ય ધિરાણ વિકલ્પો સામે ગોલ્ડ લોનના ફાયદા
સરળ પ્રક્રિયાઃ સામાન્ય રીતે ગોલ્ડ લિક્વિડ એસેટ છે અને લોન પાત્રતા સોનાની શુદ્ધતા, વજન અને વર્તમાન બજાર મૂલ્યને આધારે તેના મૂલ્યના 75 ટકા સુધી હોય છે. ધિરાણદાર દ્વારા મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવા પર તમારી લોન મંજૂર થાય છે અને તમારા ખાતામાં તુરંત તમને નાણાં મળી જાય છે.
- આથી વિપરીત પર્સનલ લોનની પ્રક્રિયા સરળ હોવા છતાં તમારું ધિરાણ મૂલ્ય અને આવક પર મોટે ભાગે આધાર રાખે છે. જોકે તેમાં ગોલ્ડ કે અન્ય કોઈ એસેટના રૂપમાં કોઈ કોલેટરલની જરૂર પડતી નથી. ધિરાણદારો કોલેટરલના અભાવને સરભર કરવા માટે સિબિલ જેવા ક્રેડિટ સ્કોર અને સ્થિર આવક સાથેની વ્યવસાયની રૂપરેખાનો વગેરેનો ઉપયોગ કરે છે. આ જ કારણસર તેના વ્યાજ દર ઉચ્ચ હોય છે.
- ઝડપી ટર્નઅરાઉન્ડ સમયઃ ગોલ્ડ લોન સૌથી આસાન ધિરાણ વિકલ્પમાંથી એક છે, જે આસાન પ્રક્રિયાને કારણે જૂજ કલાકમાં વિતરણ કરાય છે. ક્રેડિટ સ્કોરનો અભાવ કે પુનઃચુકવણી કરવાની અરજદારની ક્ષમતા અરજીમાં અવરોધ પેદા કરતા નથી.
- ઉચ્ચ લોનની રકમની સંભાવનાઃ પુનઃચુકવણીની વ્યક્તિગતની ક્ષમતાને આધારે રૂપિયા 1 લાખથી રૂપિયા 10 લાખની શ્રેણીમાં મોટે ભાગે વિતરણ કરાતી પર્સનલ લોનથી વિપરીત ગોલ્ડ લોનમાં આવી મર્યાદા હોતી નથી, કારમ કે લોનની ફાળવણી સ્પષ્ટ રીતે પૂરા પડાયેલા કોલેટરલને આધારે કરાય છે. આમ, ટૂંકા ગાળાની ચુકવણીની આવશ્યકતા હોય તેવા ઘણા બધા કિસ્સામાં ગોલ્ડ લોન તમારા નાણાકીય બોજ પર ઝાઝો ઉમેરો કર્યા વિના ઉત્તમ સમાધાન તરીકે કામ કરે છે.
- તુલનાત્મક લોનની મુદતઃ ગોલ્ડ લોન ટૂંકા ગાળાનું સમાધાન તરીકે જોવાય છે ત્યારે તે ધારો કે 3 વર્ષ સુધી જેવી લાંબી મુદત માટે પણ લઈ શકાય છે. પર્સનલ લોનમાં લોનની મુદત ઋણદારની રૂપરેખા અને પુનઃચુકવણીની ક્ષમતા પર નક્કી થાય છે. ગોલ્ડ લોનનો સૌથી મોટો લાભ સાનુકૂળ પુનઃચુકવણી વિકલ્પ છે, જેમાં માસિક, ત્રિમાસિક અને વાર્ષિક વ્યાજ દરોનો સમાવેશ થાય છે, જ્યારે મૂળ રકમની પુનઃચુકવણી લોનની મુદતના અંતે કરી શકાય છે.
- વ્યાજ દરઃ ગોલ્ડ લોન સંરક્ષિત ધિરાણ હોઈ ઓછો વ્યાજ દર ધરાવે છે. વ્યાજ દર ગિરવે મૂકેલા સોનાની ગુણવત્તા અને શુદ્ધતા, કુલ લોનની રકમ અને પુનઃચુકવણીની મુદત પર પણ આધાર રાખે છે. કુલ લોનની રકમ પર પણ આધાર રાખે છે. સામાન્ય રીતે બેંકો એનબીએફસી કરતાં ઓછા દરો આપે છે, જેની સાથે બુલેટ વિકલ્પો અને લોનની મુદતને અંતે વ્યાજ અને મૂળ રકમની પુનઃચુકવણી સહિત પુનઃચુકવણીનાં માધ્યમોની વ્યાપક પસંદગી આપે છે. ઋણદાર ફ્લોટિંગ દરને બદલે માસિક નીચા નિશ્ચિત વ્યાજ દર પસંદ કરી શકે છે, જે તમને તમારી લાયેબિલિટીઓ અને તમારા બજેટને સમજવામાં મદદ કરી શકે છે.
