Loading...

Gold Silver Price Today: સોના-ચાંદીમાં ભારે મંદી બાદ પ્રત્યાઘાતી ઉછાળો, અમદાવાદ ચાંદીમાં આવી રૂપિયા 15000ની તેજી, આજના ભાવ જાણો

છેલ્લા એક 29મી જાન્યુઆરી બાદ સોના અને ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનામાં આશરે 25 ટકા તો ચાંદીમાં આશરે 50 ટકાનો ભાવ ઘટાડો થઈ ગયો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Tue 24 Mar 2026 08:31 PM (IST)Updated: Tue 24 Mar 2026 08:31 PM (IST)
gold-and-silver-big-rise-after-slump-ahmedabad-silver-rises-by-rs-15000-know-todays-prices-714639

Gold Silver Price Today: ઈરાન યુદ્ધને લીધે વિશ્વ બજારમાં હાહાકાર મચ્યો છે ત્યારે બુલિયન માર્કેટમાં પણ સોના અને ચાંદીમાં સતત પીછેહઠ જોવા મળી રહી છે. જોકે US ડોલરની તુલનામાં રૂપિયાના મૂલ્યમાં જે ધોવાણ થયું છે તે સ્થિતિમાં ભારતમાં ઘરઆંગણે સોના-ચાંદીની કિંમતને ટેકો મળ્યો છે.

છેલ્લા એક 29મી જાન્યુઆરી બાદ સોના અને ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનામાં આશરે 25 ટકા તો ચાંદીમાં આશરે 50 ટકાનો ભાવ ઘટાડો થઈ ગયો છે.

આ દરમિયાન છેલ્લા સતત ચાર સેશનથી જે મંદી ચાલી રહી હતી તેને આજે બ્રેક લાગી હતી. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,200 ઉછળી રૂપિયા 1.44 લાખ થયા છે. જ્યારે ચાંદીની કિંમત રૂપિયા 2.30 પર યથાવત રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ઔંસદીઠ ભાવ આજે 16 ડોલર વધીને 4,423.83 ડોલર થયા છે. જ્યારે ચાંદીના ભાવ ઔંસદીઠ 1.03 ટકા વધી 69.86 ડોલર થયા છે.

અમદાવાદ ખાતે સોના ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 15000 ઉછળીને રૂપિયા 2,30,000 આવી છે. જ્યારે અમદાવાદ શુદ્ધ સોનું (99.9)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 5000 વધી રૂપિયા 1,45,500 થયો છે. જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું (99.5)નો ભાવ 10 ગ્રામદીઠ રૂપિયા 5000 વધી રૂપિયા 145,200 રહ્યો છે.