Loading...

Silver Price Crash: ચાંદીના ભાવમાં રૂપિયા 12,700નો મોટો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, જાણો શું છે કારણ?

સામાન્ય રીતે ભૂ-રાજકિય સંકટ સમયે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવતી હોય છે. પણ આ વખતે બજારમાં અલગ વલણ જોવા મળ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 11 Mar 2026 11:00 PM (IST)Updated: Wed 11 Mar 2026 11:00 PM (IST)
silver-price-crash-massive-drop-of-rs-12700-in-a-single-day-why-are-prices-falling-706721

Silver Price Crash:વિશ્વ બજારમાં ભારે અફરા-તફરી વચ્ચે ચાંદીની કિંમતોમાં ફરી મોટો ઘટાડો થયો છે. બુધવારે 11મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય બજારથી લઈ ઘરેલુ વાયદા બજાર સુધી ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી છે. દિવસ દરમિયાન રૂપિયા 12,700 સુધી (Silver Price Crash) ઘટાડો થયો છે. આ સંજોગોમાં રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ (COMEX) ખાતે ચાંદીની કિંમતોમાં આશરે 4 ટકાનો કડાકો આવ્યો છે. જ્યારે ભારતના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) ખાતે ચાંદી આશરે 3.50 ટકા તૂટી ગઈ છે.

ખાસ વાત એ છે કે આ ઘટાડો એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ છે. સામાન્ય રીતે ભૂ-રાજકિય સંકટ સમયે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવતી હોય છે. પણ આ વખતે બજારમાં અલગ વલણ જોવા મળ્યું છે.

કોમેક્સ અને MCX પર ભાવ ક્યાં પહોંચ્યા?
વૈશ્વિક બજાર કોમેક્સ પર ચાંદીનો ભાવ 4.80 ટકાથી વધુ ઘટ્યો અને ભાવ 4.30 ડોલર ઘટીને 85.28 ડોલર પ્રતિ ઔંસ થયો. જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, મે 2026 ડિલિવરી માટે ચાંદીમાં 9929 રૂપિયા એટલે કે 3.57 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

સમાચાર લખાય ત્યાં સુધી ચાંદી 2,67,921 રૂપિયા પ્રતિ કિલોગ્રામ(silver price today) પર ટ્રેડ થઈ રહી હતી. ટ્રેડિંગ દરમિયાન, તેનું ઉચ્ચ સ્તર 2,76,999 રૂપિયા (silver rate today) અને નીચું સ્તર 2,65,098 રૂપિયા હતું.