Gold Silver Price Crash: સોના-ચાંદીના ભાવમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. બુલિયન માર્કેટમાં બન્ને કિંમતી ધાતુની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. દિવસ દરમિયાન સુધારો નોંધાયા બાદ છેલ્લી ઘડીએ ભારે વેચવાલી નિકળતા સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો થયો હતો.
દિલ્હી ખાતે સોનું 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 1500 ગગડ્યું હતું જ્યારે ચાંદીનો કિલોદીઠ ભાવ રૂપિયા 8,100 તૂટ્યા હતા. વિશ્વ બજારોમાંથી મળેલા સંકેત વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો.
અમદાવાદ ખાતે સોના-ચાંદીની કિમતોમાં ઘટાડો થયો હતો. અમદાવાદ ખાતે ચાંદીનો કિલોદીઠ ભાવ રૂપિયા 1000 તૂટી રૂપિયા 2,35,000 રહ્યા હતા. જ્યારે સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,000 ઘટી રૂપિયા 1,52,000 રહ્યા હતા. જ્યારે સોનું (99.5) રૂપિયા 1,000 ગગડી રૂપિયા 151,700 રહ્યા હતા.
MCX પર સોનું કેટલું સસ્તું થયું?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ ઘટીને રૂપિયા 1,43,460 પ્રતિ 10 ગ્રામ થયો છે. દિવસની શરૂઆતમાં તે રૂપિયા 1,48,302 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન તે રૂપિયા 1,48,457 ની ઊંચી સપાટી અને રૂપિયા 1,43,385 ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સોનાનો ઔંસદીઠ ભાવ 55.95 ડોલર એટલે કે 1.23 ટકા ગગડી 4,549.29 ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીનો ઔંસ દીઠ ભાવ 2.25 ડોલર એટલે કે 3.05 ટકા ગગડી 69.02 ડોલર રહ્યા હતા.
