EPFO Interest Rate:સરકારે EPF પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી,7 કરોડ સબ્સ્ક્રાઈબર્સના ખાતામાં ફટાફટ જમા થશે રકમ

એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) સબ્સ્ક્રાઈબર્સના ખાતામાં વ્યાજ ત્યારે જમા કરવામાં આવે છે કે જ્યારે નાણાં મંત્રાલય વ્યાજ દરને વિધિવત રીતે જ મંજૂરી આપે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 18 Jun 2026 04:15 PM (IST)Updated: Thu, 18 Jun 2026 04:15 PM (IST)
epfo-interest-rate-approved-at-825-per-cent-7-crore-subscribers-may-get-credit-in-a-month

EPFO Interest Rate: ન્યૂઝ એજન્સી PTIના એક અહેવાલને ટાંકીને આપવામાં આવેલી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26ને માટે એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ (EPF)માં જમા રકમ પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી દીધી છે. અહેવાલમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ મહિને 7 કરોડ કરતાં વધારે સબ્સ્ક્રાઈબર્સના ખાતામાં વ્યાજના પૈસા જમા કરવામાં આવે તેવી શક્યતા છે. EPFO, નાણાં મંત્રાલ. મારફતે સરકાર પાસેથી મંજૂરી મળ્યા બાદ EPF પર વ્યાજ દર દર્શાવે છે.

8.25 ટકા વ્યાજ દરને મંજૂરી 

સરકારી કર્મચારીઓના ભવિષ્ય નિધિ (EPF) જમા પર નાણાકીય વર્ષ 2025-2026 માટે 8.25 ટકા વ્યાજ (EPFO Interest Rate) દરને મંજૂરી આપવામાં આવી છે. તેને આ મહિને જ સાત કરોડ કરતાં વધારે સભ્યોના ખાસામાં જમા કરવામાં આવે તેવી શક્યતા છે.

નોટિફિકેશન ઈશ્યુ

એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) સબ્સ્ક્રાઈબર્સના ખાતામાં વ્યાજ ત્યારે જમા કરવામાં આવે છે કે જ્યારે નાણાં મંત્રાલય વ્યાજ દરને વિધિવત રીતે જ મંજૂરી આપે છે અને તેને લગતું નોટિફિકેશન ઈશ્યુ કરે છે.અહેવાલ પ્રમાણે નાણાં મંત્રાલયે એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ની સર્વોચ્ચ નિર્ણયકર્તા સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા નક્કી કરવામાં આવેલ 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપવામાં આવી છે.

CBTએ 8.25 ટકા વ્યાજ દર જાળવી રાખવા નિર્ણય

2 માર્ચ 2026ના રોજ કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આ બેઠકમાં CBTએ વર્ષ 2025-26 માટે EPF વ્યાજ દરને 8.25 ટકા જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ રીતે સતત ત્રીજા વર્ષે આ દર યથાવત રાખવામાં આવ્યા છે.