Loading...

NSE IPO: NSE IPO અંગે મોટું અપડેટ્સ; આ મહિનાના અંત સુધીમાં SEBI તરફથી મંજૂરી મળે તેવી શક્યતા

અત્રે ઉલ્લેખનીય છે કે NSE આશરે છેલ્લા એક દાયકાથી IPO રજૂ કરવાનો પ્રયત્ન કરી રહી છે. એક્સચેન્જે પ્રથમ વખત ડિસેમ્બર 2026માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું હતું

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 11 Jan 2026 06:45 PM (IST)Updated: Sun 11 Jan 2026 06:45 PM (IST)
nse-ipo-sebi-clearance-likely-this-month-672355

NSE IPO: સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરમેન તુહિન કાંત પાંડે સંકેત આપ્યા છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના IPOને આ મહિનના અંત સુધીમાં નો-ઓબ્જેક્શન સર્ટીફિકેટ (NOC)મળી શકે છે. ચેન્નાઈમાં મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે SEBI તરફથી મંજૂરી મળ્યા બાદ IPO સાથે સંકળાયેલ તમામ પ્રક્રિયા NSEએ જ પૂરી કરવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે NSE આશરે છેલ્લા એક દાયકાથી IPO રજૂ કરવાનો પ્રયત્ન કરી રહી છે. એક્સચેન્જે પ્રથમ વખત ડિસેમ્બર 2026માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું હતું, પણ તે સમયે ગવર્નન્સને લગતા કેટલાક મુદ્દા તથા Co-Location સંબંધિત વિવાદની સ્થિતિમાં સમગ્ર પ્રક્રિયા અટકી પડી હતી.

ત્યારબાદ NSE દ્વારા વર્ષ 2019, વર્ષ 2020 તથા ઓગસ્ટ 2024માં SEBI પાસેથી NOC માટે સતત સંપર્ક કર્યો હતો, પણ નિયમનકારી એટલે કે રેગ્યુલેટરી સંબંધિત અવરોધોને પગલે મંજૂરી મળી શકી ન હતી.

SEBIની તપાસમાં અલ્ગોરિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મ પર કેટલીક સંસ્થોના પ્રેફરન્શિયલ એક્સેસ આપવાના આરોપનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ NSEએ ટ્રેડિંગ એક્સેસ પોઇન્ટ (TAP) આર્કિટેક્ચર અને નેટવર્ક કનેક્ટિવિટી સંબંધિત મુદ્દાનો ઉકેલ મેળવવા માટે રૂપિયા 643 કરોડ દંડ આપ્યો, જેથી કરી કોઈ જૂના અવરોધોને દૂર કરી શકાય.

દરમિયાન NSEના ચીફ આશીષ ચૌહાણ (NSE CEO Ashish Chauhan)એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું છે કે આ ઈશ્વર તરફથી સંકેત મળી રહ્યા છે કે NSEના આઈપીઓને આ મહિનાના અંતમાં SEBI પાસેથી મંજૂરી મળી શકે છે.