NSE SEBI NOC: સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફસ ઈન્ડિયા(Securities and Exchange Board of India)એ નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના પ્રારંભિક જાહેર ભરણા(IPO)ને NOC એટલે કે નો ઓબ્ઝેક્શન સર્ટીફિકેટ આપ્યું છે. એટલે કે NSE IPO માટે માર્ગ મોકળો બની ગયો છે.
SEBIના સ્ટૉક એક્સચેન્જ અને અન્ય માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યુશન્સ (MIIs)ને નિયમનકરનાર ડિપાર્ટમેન્ટે IPO માટે અરજી કરવા માટે નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ (NOC) ઈશ્યુ કર્યો છે. નિયમો પ્રમાણે કંપનીઓને IPO અગાઉ અરજી કરવા માટે સેકટર રેગ્યુલેટરની મંજૂરી જરૂરી હોય છે.
હવે NSE ફાઈલ કરશે DRHP
SEBIથી નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ મળ્યા બાદ હવે NSE ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કરશે. આ કોઈ પણ IPO પ્રોસેસમાં એક જરૂરી દસ્તાવેજ હોય છે. આ ડોક્ટુમેન્ટમાં તેના વિશે જરૂરી વિગતો હોય છે. જેવી કંપનીની ફાયનાન્શિયલ વિગતો, બિઝનેસ પ્લાન, સામેલ જોખમ, પબ્લિક ઓફરિંગની વિગતો વગેરે.
આ પણ વાંચો
NSE IPO ક્યારે શરૂ થશે?
અનુમાન પ્રમાણે SEBI તરફથી NOC મળ્યા પછી NSE ને તેનો IPO લોન્ચ કરવામાં 8-9 મહિનાનો સમય લાગી શકે છે. જોકે આ વેચાણ માટે ઓફર હશે અને એક્સચેન્જને કોઈ રકમ મળશે નહીં. NSE એ સૌપ્રથમ વર્ષ 2016માં તેના IPO માટે અરજી કરી હતી અને બાદમાં તેને પાછી ખેંચી લીધી હતી. NSE શેરના ભાવના આધારે તેનું માર્કેટ કેપ લગભગ રૂપિયા 5 લાખ કરોડ રહેવાની ધારણા છે.
