LPG Cylinder Gas Price Today: ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી છે. પશ્ચિમ એશિયામાં છેલ્લા 14 દિવસથી જારી તણાવને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ વધુ ઘેરું બન્યું છે, જેની સીધી અસર ભારતમાં LPG સિલિન્ડરના ભાવ પર જોવા મળી રહી છે. કાચા તેલ અને કુદરતી ગેસના પુરવઠામાં અવરોધ આવતા ઘરેલુ અને કોમર્શિયલ ગેસના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.
તમારા શહેરમાં ગેસ સિલિન્ડરના ભાવ શું છે?
વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અસ્થિરતા વચ્ચે, તાજેતરમાં ઘરેલુ LPG (14.2 કિલોગ્રામ) ના ભાવમાં ₹60 નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડર (19 કિલોગ્રામ) ના ભાવમાં ₹115 નો તોતિંગ વધારો થયો છે.
14.2 કિલોગ્રામ LPG સિલિન્ડની આજની કિંમત
| શહેર | આજની કિંમત |
| નવી દિલ્હી | ₹ 913.00 |
| મુંબઈ | ₹ 912.50 |
| ગુડગાંવ | ₹ 921.50 |
| બેંગલુરુ | ₹ 915.50 |
| ચંદીગઢ | ₹ 862.50 |
| જયપુર | ₹ 916.50 |
| પટના | ₹ 1,002.50 |
| કોલકાતા | ₹ 939.00 |
| ચેન્નાઈ | ₹ 928.50 |
| નોઈડા | ₹ 910.50 |
| ભુવનેશ્વર | ₹ 939.00 |
| હૈદરાબાદ | ₹ 965.00 |
| લખનૌ | ₹ 950.50 |
| ત્રિવેન્દ્રમ | ₹ 922.00 |
| શહેર | કોમર્શિયલ ગેસ કિંમત |
| દિલ્હી | ₹1,883.00 |
| મુંબઈ | ₹1,836.00 |
| ચેન્નાઈ | ₹2,043.50 |
| કોલકાતા | ₹1,988.50 |
