LPG Cylinder Gas Price Today 12 Mar 2026: વૈશ્વિક સ્તરે તેલની અછત અને બદલાતી આર્થિક પરિસ્થિતિઓની સીધી અસર હવે સામાન્ય જનતાના રસોડા સુધી પહોંચી છે. દેશભરમાં LPG સિલિન્ડર (LPG Shortage) ના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવતા હોબાળો મચી ગયો છે. એક તરફ કિંમતોમાં વધારો થયો છે, તો બીજી તરફ વિતરણ વ્યવસ્થા ખોરવાતા લોકોએ ગેસ માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની નોબત આવી છે.
કિંમતોમાં ઝીંકાયો તોતિંગ વધારો
નવીનતમ ભાવ વધારા મુજબ, 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડર (LPG Price Today) ની કિંમતમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. આ ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના બજેટ ખોરવાયા છે અને હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર પણ આર્થિક બોજ વધ્યો છે.
LPG Price: ઘરેલું સિલિન્ડર ભાવ (14.2 કિલો)
| શહેર | LPG ભાવ |
| દિલ્હી | 913 રૂપિયા |
| કોલકાતા | 939 રૂપિયા |
| મુંબઈ | 912.5 રૂપિયા |
| ચેન્નાઈ | 928.50 રૂપિયા |
| શહેર | LPG ભાવ |
| દિલ્હી | 1883 રૂપિયા |
| કોલકાતા | 1990 રૂપિયા |
| મુંબઈ | 1835 રૂપિયા |
| ચેન્નાઈ | 2043.50 રૂપિયા |
