Post Office Schemes: શેરબજાર અને સોના-ચાંદીના બજારોમાં જે ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દેશના લાખો રોકાણકારો (Investor) સુરક્ષિત રોકાણના વિકલ્પો તપાસી રહ્યા છે. આ સંજોગોમાં પોસ્ટ ઓફિસ (Post Office Saving Scheme)ની બચત યોજના એક વિશ્વાસપાત્ર વિકલ્પ બનીને ઉભરી આવ્યો છે. સરકાર દ્વારા સમર્થિત આ સ્કીમ્સ (Schemes) સુરક્ષા પ્રદાન કરવા ઉપરાંત તેમાં મળતા વળતર અનેક બેંક FDથી વધારે સારું વળતર આપે છે. ખાસ વાત એ છે કે તેમાં રોકાણ કરી તમે ટેક્સમાં પણ રાહત મેળવી શકો છો.
પોસ્ટ ઓફિસ (Post Office Scheme)ની આ યોજના દરેક વર્ગની આર્થિક તથા બચતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે.- બાળકોના ભવિષ્યથી લઈ ટેક્સ બચત કે પછી રિટાયરમેન્ટ બાદ નિયમિત આવકને સુનિશ્ચિત કરે છે. આજે અમે તમને આ 5 મહત્વની સ્કીમ્સ વિશે માહિતી આપશુંઃ
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
સૌથી પહેલા તો સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ની વાત કરીએ, જે દિકરીઓના ભવિષ્ય માટે સૌથી લોકપ્રિય સ્કીમ છે. તેમાં અત્યારે આશરે 8.2 ટકા સુધી વ્યાજ મળે છે અને સૌથી મોટી વાત એ છે કે તેમાં મળતું વળતર સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. ઓછા રોકાણથી શરૂઆત કરી લાંબા ગાળા માટે મોટું ફંડ તૈયાર કરી શકાય છે.
સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)
જ્યારે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) વૃદ્ધો માટે વધારે સારા લાભદાયક છે.60 વર્ષથી વધારે ઉંમરના લોકો તેમાં રોકાણ કરી શકે છે અને આશરે 8.2 ટકા સુધી વ્યાજ સાથે દરેક ત્રિમાસિક ધોરણે નિયમિત આવક મેળવી શકે છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર આવક વેરાની કલમ 80C અંતર્ગત છૂટ મળી શકે છે, જોકે વ્યાજ કરપાત્ર હોય છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)
ટેક્સ બચત માટે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પણ એક મજબૂત વિકલ્પ છે. તેમાં આશરે 7.7 ટકા વ્યાજ મળે છે અને 5 વર્ષની અવધિ સાથે આ મધ્યમ વર્ગના રોકાણકારો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેમાં રોકાણ પર 80C અંતર્ગત ટેક્સ છૂટ મળે છે અને જરૂરિયાતને જોતા તે ગીરવે રાખી લોન પણ લઈ શકાય છે.
કિસાન વિકાસ પત્ર (KVP)
જો તમારો લક્ષ્યાંક રોકાણ ડબલ કરવાનો છે તો કિસાન વિકાસ પત્ર (KVP) એક સારો વિકલ્પ છે. તેમાં આશરે 7.5 ટકા વ્યાજ સાથે નિયત અવધિ એટલે કે આશરે 115 મહિનામાં પૈસા બે ગણા થઈ જાય છે. તે સંપૂર્ણપણે સુરક્ષિત સ્કીમ છે અને તેમાં બજાર જોખમ નથી.
પોસ્ટ ઓફિસ મન્થલી ઈનકમ સ્કીમ (MIS)
આ ઉપરાંત પોસ્ટ ઓફિસ મન્થલી ઈન્કમ સ્કીમ (MIS) એવા લોકો માટે વધારે સારી છે કે જે દર મહિને નિશ્ચિત આવક ઈચ્છે છે. તેમાં આશરે 7.4 ટકા વ્યાજ મળે છે અને રોકાણ બાદ દર મહિને વ્યાજ સ્વરૂપમાં નિયમિત કમાણી થાય છે, જે ખાસ કરીને રિટાયર્ડ લોકો તથા ગૃહિણીઓ માટે ઉપયોગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોસ્ટ ઓફિસની મોટાભાગની યોજનામાં રોકાણ પર આવક વેરા અધિનિયમની કલમ 80C અંતર્ગત મહત્તમ રૂપિયા 1.5 લાખની છૂટ મળે છે.
