What Is RD Scheme:પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહિને રૂપિયા 1500 જમા કરાવો તો મળશે લાખો રૂપિયા, આ કેલ્ક્યુલેશન જુઓ

તમે દર મહિને થોડી થોડી રકમની બચત કરી મોટું ભંડોળ બનાવી શકો છો. આ માટે રિકરિંગ ડિપોઝીટ સ્કીમ તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 14 Jun 2026 11:19 PM (IST)Updated: Sun, 14 Jun 2026 11:19 PM (IST)
if-you-deposit-rs-1500-every-month-in-this-scheme-of-the-post-office-you-will-get-lakhs-of-rupees-see-this-calculation

What Is RD Scheme:જો તમે ઈચ્છતા હોય કે તમારું ભવિષ્ય વધુ સુરક્ષિત રહે અને સારા આવા પ્રમાણમાં આવક જળવાઈ રહે તો આ માટે પોસ્ટ ઓફિસની સ્કીમ તમારા માટે બિલકુલ યોગ્ય છે. આ રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તમે દર મહિને થોડી થોડી રકમની બચત કરી મોટું ભંડોળ બનાવી શકો છો. આ માટે રિકરિંગ ડિપોઝીટ સ્કીમ તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે.

5 વર્ષમાં મોટું ભંડોળ ઊભુ થશે

પોસ્ટ ઓફિસની RD સ્કીમ સૌથી સારી સ્કીમ છે. તેમાં દર મહિને ચોક્કસ રકમ જમા કરી 5 વર્ષમાં સારું એવું ભંડોળ એકત્રિત કરી શકાય છે. આ એવા લોકો માટે સૌથી લાભદાયક છે કે જેઓજોખમથી દૂર રહેવા ઈચ્છે છે. પોસ્ટ ઓફિસની રિકરિગ ડિપોઝીટ સ્કીમમાં તમારે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવાની હોય છે. તે પાંચ વર્ષની હોય છે. મેચ્યોરિટી પર જમા રકમ પર વ્યાજ સાથે એક સાથે પૈસા મળે છે.

આ ગણતરી જાણો

જો તમારી પાસે પોસ્ટ ઓફિસમાં RDમાં દર મહિને રૂપિયા 1500 જમા કરાવો છો તો 5 વર્ષમાં તમને કૂલ રૂપિયા 90 હજાર મળશે. જ્યારે 6.70 ટકા વાર્ષિક વ્યાજ સાથે પાકવા સમયે આ રકમ આશરે 1 લાખ 7 હજાર થઈ જશે. જ્યારે દર મહિને 1000 રોકાણ કરવા પર 5 વર્ષ બાદ કૂલ રકમ રૂપિયા 60 હજાર થાય છે. જ્યારે વ્યાજની રકમ રૂપિયા 71,000 ફંડ તૈયાર થઈ જશે.

રૂપિયા 100 થી ઓછાથી રોકાણ

આ યોજનામાં ₹100 થી ઓછાથી રોકાણ શરૂ કરી શકો છો. આ પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કરેલા તમારા પૈસા 5 વર્ષમાં પાકે છે.રિકરિંગ ડિપોઝિટ યોજના હેઠળ ખાતું ખોલવાની પ્રક્રિયા એકદમ સરળ છે.તમને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં.તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને સરળતાથી આ યોજના હેઠળ ખાતું ખોલી શકો છો.