Gujarat-Ayodhya Special Train: રેલવે દ્વારા યાત્રીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવાના ઉમદા ઉદ્દેશથી ગુજરાતથી અયોધ્યા સુધી સ્પેશિયલ ટ્રેન (Gujarat To Ayodhya Special Train) ચલાવવાની યોજના ધરાવે છે. આ ટ્રેન સુરતના ઉધનાથી ડાયરેક્ટ અયોધ્યા સુધી વીકલી સ્પેશ્યલ ટ્રેન(Weekly Special Train) રહેશે. આ સાથે ગુજરાતથી ડાયરેક્ટ અયોધ્યા વીકલી સ્પેશ્યલ ટ્રેન માટે રેલવે દ્વારા ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
સુરતથી ક્યારે ટ્રેન ઉપડશે અને અયોધ્યા પહોંચશે
આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન નંબર 09097 સુરતના ઉધના રેલવે સ્ટેશનથી અયોધ્યા કેન્ટ સુધી દોડશે. આ રેલવે સેવા 10મી ફેબ્રુઆરીથી 24 માર્ચ વચ્ચે રહેશે. ટ્રેન ઉધના જંક્શનથી સવારે 6:45 વાગે રવાના થશે અને સાંજે 6:10 વાગે કોટા પહોંચશે. તથા ત્યાર પછીના દિવસે સવારે 11:30 વાગે અયોધ્યા કેન્ટ પહોંચી જશે.
પરત અયોધ્યાથી ક્યારે ઉપડશે અને સુરત ક્યારે પહોંચશે
એવી જ રીતે આ ટ્રેન 11 ફેબ્રુઆરીથી 25 માર્ચ વચ્ચે ચાલશે. જે 09097 નંબરની આ ટ્રેન અયોધ્યાથી સુરતના ઉધના જંક્શન વચ્ચે દોડશે. આ ટ્રેન બપોરે 1:30 વાગે અયોધ્યાના કેન્ટથી રવાના થશે અને ત્યારપછીના દિવસે સવારે 5:40 કોટા પહોંચશે તથા સાંજે 5:30 વાગે ઉધના રેલવે સ્ટેશન પહોંચશે.
આ સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે
આ ટ્રેન ભરૂચ, વડોદરા, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, ઇદગાહ આગ્રા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ તથા લખનઉ અને બારાબંકી સ્ટેશન પર રોકાશે.
આ ટ્રેન થર્ડ AC, સ્લીપર અને જનરલ કોચથી જોડાયેલ છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સૌરભ જૈને જણાવ્યું હતું કે આ ટ્રેન 10 ફેબ્રુઆરીથી 25 માર્ચ દરમિયાન દરેક દિશામાં 7 જેટલી ટ્રીપ ચલાવશે. ટ્રેનના આગમન અને પ્રસ્થાન વિશે સંપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા દ્વારા મુસાફરોને આપવામાં આવી રહી છે. આ ટ્રેન થર્ડ AC, સ્લીપર અને જનરલ કોચથી સજ્જ છે.
આ ટ્રેનમાં વિવિધ કેટેગરીમાં કેટલું ભાડું રહેશે
રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે કોટાથી ઉધનાનું ભાડું સ્લીપર માટે 500 રૂપિયા અને થર્ડ AC માટે 1320 રૂપિયા રાખવામાં આવ્યું છે, જ્યારે અયોધ્યા કેન્ટનું ભાડું સ્લીપર માટે 560 રૂપિયા અને થર્ડ AC માટે 1485 રૂપિયા છે.
