Loading...

India-USA Trade Deal: ભારત-યુએસ ટ્રેડ ડિલની જાહેરાત બાદ સેન્સેક્સ 2400 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 700 પોઈન્ટ ચડ્યો; આ 10 શેરો રોકેટ બન્યા

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડિલની અનિશ્ચિતતા હવે સમાપ્ત થઈ છે. બંને દેશો વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરાર બાદ ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Tue 03 Feb 2026 09:54 AM (IST)Updated: Tue 03 Feb 2026 03:38 PM (IST)
india-us-trade-deal-boosts-markets-sensex-soars-2400-nifty-rallies-700-684851

India-USA Trade Deal: ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડિલની અનિશ્ચિતતા હવે સમાપ્ત થઈ છે. બંને દેશો વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરાર બાદ ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. ટેરિફમાં ઘટાડાની જાહેરાત થતાં જ રોકાણકારોમાં ઉત્સાહ છવાઈ ગયો અને બજાર સૂચકોમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો.

સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ટ્રેડ ડિલ અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી હતી. પોતાની પોસ્ટમાં ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી અને જણાવ્યું કે યુએસ અને ભારત વચ્ચે તાત્કાલિક અસરથી ટ્રેડ ડિલ પર સહમતિ થઈ છે. સાથે જ તેમણે ભારત પર લાદવામાં આવેલા ટેરિફમાં 25%માંથી 18% સુધી ઘટાડાની જાહેરાત કરી.

ટેરિફમાં 18% ઘટાડાની જાહેરાત બાદ મંગળવારે બજાર ખુલતા જ તેજીનો માહોલ સર્જાયો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 2400 પોઈન્ટથી વધુ ઉછળ્યો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ પણ 700 પોઈન્ટનો જોરદાર વધારો નોંધાવ્યો. વૈશ્વિક સ્તરે પણ આ સોદાને સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

10 શેરોમાં જોરદાર ઉછાળો

ટ્રેડ ડિલ અને ટેરિફમાં રાહતના સમાચાર બાદ અનેક અગ્રણી કંપનીઓના શેરોમાં મજબૂત રેલી જોવા મળી. ખાસ કરીને નિકાસ અને વૈશ્વિક વેપાર સાથે સંકળાયેલી કંપનીઓને સીધો લાભ મળ્યો.

  • અદાણી પોર્ટ્સમાં 7%થી વધુનો ઉછાળો નોંધાયો
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે 4%નો વધારો
  • બજાજ ફાઇનાન્સ 6.50% ચડ્યો
  • આઇશર મોટર્સ 4.50% ઉછળ્યો
  • બજાજ ફિનસર્વ 4.31% વધ્યો
  • ઇન્ડિગો 3.99% મજબૂત બન્યો
  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.95% વધ્યો
  • સન ફાર્મા 3.63% ચડ્યો
  • ઇન્ફોસિસ 3.50% ઉછળ્યો
  • ટાઇટન 3% અને મારુતિ 2.94% વધ્યા