Loading...

New Labour Code: નવા લેબર કોડ બાદ રૂપિયા 60 હજાર CTC ધરાવતા પગારદારને કેટલો પગાર મળશે? આ સંપૂર્ણ Calculation સમજો

ખાસ કરીને રૂપિયા 60,000 CTC ધરાવતા કર્મચારીઓ માટે ઈન-હેન્ડ સેલરી, PF અને ગ્રેચ્યુટીના ગણિતમાં વ્યાપક પ્રમાણમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sun 05 Apr 2026 05:16 PM (IST)Updated: Sun 05 Apr 2026 05:16 PM (IST)
impact-of-new-labour-code-on-your-salary-ctc-changes-in-hand-salary-pf-and-gratuity-calculation-722223

New Labour Code: નવા લેબર કોડ લાગૂ થયા બાદ પગારના માળખા (Salary Structure)માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ખાસ કરીને રૂપિયા 60,000 CTC ધરાવતા કર્મચારીઓ માટે ઈન-હેન્ડ સેલરી, PF અને ગ્રેચ્યુટીના ગણિતમાં વ્યાપક પ્રમાણમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારથી ઈન-હેન્ડ સેલરીમાં થોડો ઘટાડો થઈ શકે છે તો બીજી બાજુ રિટાયરમેન્ટ ફંડ જેમ કે PF અને ગ્રેચ્યુટીમાં મોટો વધારો થઈ શકે છે.

સરકાર દ્વારા જે Labour Code લાગૂ કરેલ છે તેનો ઉદ્દેશ કર્મચારીઓને સામાજીક સુરક્ષા (Social Security)ને મજબૂત કરવાનો છે. નવા નિયમો પ્રમાણે કોઈ પણ કર્મચારીનો બોઝીક પગાર (Basic Pay)તેના કૂલ પગાર (CTC)ના ઓછામાં ઓછા 50 ટકા હોવો જોઈએ. તેની સીધી અસર એવા લોકો પર પડશે કે જેમના પગારમાં વિવિધ ભથ્થા (Allowances)નો હિસ્સો ઘણો વધારે છે. રૂપિયા 60,000 CTC સાથે સંકળાયેલ આ ઉદાહરણ તમારી સમજણ માટે જોઈએ.

નવા લેબલ કોડ અગાઉ કંપનીઓ સ્માર્ટ રીતે સેલરી બ્રેકઅપ તૈયાર કરી હતી. જો તમારો કૂલ પગાર રૂપિયા 60,000 હતો તો સામાન્ય રીતે બેઝીક પગાર રૂપિયા 20,000 આસપાસ રાખવામાં આવતો હતો. તેનો ફાયદો એ થતો હતો કે PFમાં ઓછી રકમ જતી અને કર્મચારીને મહિનાના અંતે વધારે પૈસા મળતા (Take-Home Pay).

નવા સ્ટ્રક્ચરમાં વધારે બચત, ઓછી ટેક હોમ સેલેરી

પગારના વિવિધ હિસ્સા(Component)રકમ (રૂપિયા)
કુલ પગાર (CTC)60,000
બેઝીક પગાર (Basic Pay)20,000
PF-કર્મચારીનું યોગદાન (12% of Basic)2,400
PF- નોકરીદાતાનું યોગદાન (12% of Basic)2,400
ગ્રેચ્યુટી (અંદાજીત માસિક કપાત)962
ખાસ ભથ્થા 34,238
ઈન-હેન્ડ-સેલરી (Basic + Special Allowance)54,238

નવા Labour Code અંતર્ગત જો તમારો CTC રૂપિયા 60,000 છે તો કંપની તમારા બેઝીક પગાર ઓછામાં ઓછો રૂપિયા 30,000 (50 ટકા) રાખવાનો રહેશે. આમ બેઝીક પગાર રૂપિયા 20,000થી વધીને રૂપિયા 30,000 થઈ જશે. તમારું PF તથા ગ્રેચ્યુટીની ગણતરી પણ આ રકમ પ્રમાણે વધી જશે.

પગારના વિવિધ હિસ્સા(Component)રકમ (₹)
કુલ પગાર (CTC)60,000
બેઝીક પગાલ (50% of CTC)30,000
PF-કર્મચારીનું યોગદાન (12% of Basic)3,600
PF-નોકરીદાતાનું યોગદાન (12% of Basic)3,600
ગ્રેચ્યુટી (નવા અંદાજીત માસિક કપાત1,443
ખાસ ભથ્થા (બાકી રહેલ રકમ)21,357
ઈન-હેન્ડ-સેલરી (Basic + Special Allowance)51,357