Gold Silver Price Today: ભારત અને અમેરિકાએ સોમવાર 2 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર ટેરિફ(India-US Trade Deal) 25% થી ઘટાડીને 18% કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો. વિશ્વભરમાં તથા ભારતમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે અમદાવા ખાતે સોના અને ચાંદીમાં ભારે તેજી જોવા મળી હતી. ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 10 હજાર વધી રૂપિયા 2,70,000 થયો છે. જ્યારે અમદાવાદ સોનું (99.9) રૂપિયા 5000 વધી રૂપિયા 1,65,000 થયો છે. જ્યારે અમદાવાદ સોનું (99.5) રૂપિયા 5000 ઉછળી રૂપિયા 1,64,700 રહ્યા હતા.
Gold Price Prediction 2026: એપ્રિલ સુધીમાં 10000 ડોલરને પાર થશે સોનું લાંબા ગાળાના AI ભાવ આગાહી મુજબ, એપ્રિલ સુધીમાં સોનાના ભાવ પ્રતિ ઔંસ 10,000 ડોલરને વટાવી શકે છે. મોડેલનો અંદાજ છે કે તે મહિને સોનું 10,527 ડોલર સુધી પહોંચી શકે છે. ત્યારબાદ વર્ષના બીજા ભાગમાં પણ ઉપરનો ટ્રેન્ડ ચાલુ રહેવાની અપેક્ષા છે, ડિસેમ્બર સુધીમાં ભાવ 19,733 ડોલરની આસપાસ પહોંચશે.
JP Morgan claims: સેન્ટ્રલ બેંકો 800 ટન સોનું ખરીદી શકે છે જેપી મોર્ગને (JP Morgan) એક બોલ્ડ આગાહી કરી છે. બ્રોકરેજ મુજબ 2026ના અંત સુધીમાં સોનું 6,300 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
તેમનું કહેવું છે કે સેન્ટ્રલ બેંકો (Central Bank) અને રોકાણકારો તરફથી મજબૂત માંગ ચાલુ રહેશે. સેન્ટ્રલ બેંકો વર્ષ 2026માં આશરે 800 ટન સોનું ખરીદી શકે છે કારણ કે તેઓ તેમના વિદેશી વિનિમય ભંડારમાં વિવિધતા લાવવાનું ચાલુ રાખે છે.
Gold Price Today Delhi: સોનું રૂપિયા 5000 મોંઘુ થયું દિલ્હી બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ 5,000 રૂપિયા અથવા 3.3 ટકા વધીને 1,57,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો, જે સોમવારના બંધ ભાવ 1,52,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 29 જાન્યુઆરીના રોજ સોનાનો ભાવ 1,83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી 30,300 રૂપિયા અથવા લગભગ ૧૭ ટકા ઘટ્યો હતો, કારણ કે રોકાણકારોએ તેજી પછી નફા-બુકિંગનો આશરો લીધો હતો.
Silver Price Crash: ચાંદી તેના વિક્રમી ઉચ્ચતમ સ્તરથી રૂપિયા 1.63 લાખ ગયેલી ચાંદીના ભાવમાં વધારો થયો છે,જેના કારણે રોકાણકારો ગભરાઈ ગયા હતા. શુક્રવારથી સોમવાર સુધીમાં ચાંદીમાં 46%નો ઘટાડો થયો હતો, જે પ્રતિ કિલોગ્રામ રૂપિયા 163,632 ઘટ્યો હતો (Silver Price Crash). 29 જાન્યુઆરીએ ચાંદી રૂપિયા 420,048 પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી ત્યારબાદ તીવ્ર ઘટાડો શરૂ થયો હતો.