Loading...

Gold Silver Price Today LIVE: સોનાના ભાવમાં મોટો કડાકો, ચાંદી 8000 રૂપિયા તૂટી; ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ

જો તમે સોના-ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ બની શકે છે. આજે MCX પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 22 Jan 2026 11:49 AM (IST)Updated: Thu 22 Jan 2026 12:04 PM (IST)
gold-silver-rates-today-live-updates-22-jan-check-24k-22k-18k-mcx-gold-prices-sona-chandi-na-bhav-in-mumbai-delhi-ahmedabad-rajkot-vadodara-gujarat-677877

Gold Silver Price Today January 22, 2026 Live Updates: આજે બુધવારે ઐતિહાસિક ઊંચાઈએ પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો નોંધાયો છે. જો તમે સોના-ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે રાહતરૂપ બની શકે છે. આજે MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે.

Gold Silver Price Today LIVE: ભારતમાં આજે સોનાનો દર

આજે ભારતમાં પ્રતિ ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત (₹)

આજે ભારતમાં પ્રતિ ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત (₹)

ગ્રામઆજે 24 કૅરેટનું સોનું (₹)ગઇકાલે 24 કૅરેટ સોનું (₹)દૈનિક કિંમતમાં ફેરફાર (₹)
1 ગ્રામ15,66015,726-66
8 ગ્રામ1,25,2801,25,808-,528
10 ગ્રામ1,56,6001,57,260-,660
100 ગ્રામ15,66,00015,72,600-6,600
1k ગ્રામ1,56,60,0001,57,26,000-66,000

Gold Silver Price Today LIVE: અમદાવાદમાં આજે સોનાનો દર

આજે અમદાવાદમાં 24 કેરેટ માટે પ્રતિ ગ્રામ ₹15,665, 22 કેરેટ માટે પ્રતિ ગ્રામ ₹14,360 અને 18 કેરેટ માટે પ્રતિ ગ્રામ ₹10,310 છે.

અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો દર (₹)

ગ્રામઆજે 22 કૅરેટનું સોનું (₹)ગઇકાલે 22 કૅરેટ સોનું (₹)દૈનિક કિંમતમાં ફેરફાર (₹)
1 ગ્રામ14,35514,415-60
8 ગ્રામ1,14,8401,15,320-,480
10 ગ્રામ1,43,5501,44,150-,600
100 ગ્રામ14,35,50014,41,500-6,000
1k ગ્રામ1,43,55,0001,44,15,000-60,000

અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો દર (₹)

ગ્રામઆજે સોનાનો દર (₹)ગઇકાલે સોનાનો દર (₹)દૈનિક કિંમતમાં ફેરફાર (₹)
1 ગ્રામ15,66515,731-66
8 ગ્રામ1,25,3201,25,848-,528
10 ગ્રામ1,56,6501,57,310-,660
100 ગ્રામ15,66,50015,73,100-6,600
1k ગ્રામ1,56,65,0001,57,31,000-66,000

Gold Silver Price Today LIVE: ચાંદીના ભાવમાં 8000 રૂપિયાથી વધુનો ઘટાડો

આજના ટ્રેડિંગ સેશનમાં ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. બજાર ખુલતાની સાથે શરૂઆતમાં ચાંદીમાં સામાન્ય તેજી હતી, પરંતુ ત્યારબાદ ભારે વેચવાલીના કારણે ભાવમાં મોટો કડાકો બોલ્યો હતો.એક સમયે ચાંદીના ભાવમાં 8,292 રૂપિયાનો જંગી ઘટાડો નોંધાયો હતો. સવારે 10:23 વાગ્યાની આસપાસ ચાંદીનો ભાવ ઘટીને 310,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી ગયો હતો. અન્ય એક અપડેટ મુજબ, ચાંદીના માર્ચ વાયદામાં પણ 5,992 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ભાવ 312,500 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતીય શહેરોમાં ચાંદીનો લેટેસ્ટ ભાવ

ગ્રામઆજે સોનાનો દર (₹)ગઇકાલે સોનાનો દર (₹)દૈનિક કિંમતમાં ફેરફાર (₹)
1 ગ્રામ14,36014,420-60
8 ગ્રામ1,14,8801,15,360-,480
10 ગ્રામ1,43,6001,44,200-,600
100 ગ્રામ14,36,00014,42,000-6,000
1k ગ્રામ1,43,60,0001,44,20,000-60,000

(ડેટા સ્ત્રોત – ગુડરિટર્ન્સ)

Gold Silver Price Today LIVE: 2600 રૂપિયાથી વધુ તૂટ્યું સોનું

સોનાના ભાવ પણ આજે દબાણ હેઠળ જોવા મળ્યા હતા. MCX પર સોનાના ભાવમાં 2,692 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 1,50,170 રૂપિયા થયો હતો. સવારે 9:45 વાગ્યે સોનામાં 983 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ પહેલા, એક સમયે ભાવ 490 રૂપિયા (0.32%) ઘટીને 152,372 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

દેશના પ્રમુખ શહેરોમાં આજનો સોનાનો ભાવ

શહેર10 ગ્રામ ચાંદીનો ભાવ (₹)100 ગ્રામ ચાંદીનો ભાવ (₹)1 કિલો ચાંદીનો ભાવ (₹)
અમદાવાદ3,25032,5003,25,000
સુરત3,25032,5003,25,000
વડોદરા3,25032,5003,25,000
રાજકોટ3,25032,5003,25,000
દિલ્હી3,25032,5003,25,000
મુંબઈ3,25032,5003,25,000
કોલકાતા3,25032,5003,25,000
ચેન્નાઈ3,40034,0003,40,000

Gold Silver Price Today LIVE: ભાવ ઘટવાનું મુખ્ય કારણ ડોલરની મજબૂતી

બજારના નિષ્ણાતોના મતે, આજના ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકન ડોલરની મજબૂતી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો વેપાર ડોલરમાં થાય છે. જ્યારે ડોલરની કિંમત વધે છે, ત્યારે સોનાના ભાવ પર દબાણ આવે છે અને તેમાં ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત, ઉંચા મથાળે નફાવસૂલી (Profit Booking) પણ એક કારણ માનવામાં આવે છે.

શહેરસોનાની કિંમત (22 કેરેટ/10 ગ્રામ)સોનાની કિંમત (24 કેરેટ/10 ગ્રામ)
અમદાવાદ1,43,6101,56,660
વડોદરા1,43,6101,56,660
રાજકોટ1,43,6101,56,660
સુરત1,43,6101,56,660
દિલ્હી1,43,7101,56,760
મુંબઈ1,43,5601,56,610
કોલકાતા1,43,5601,56,610
બેંગલુરુ1,43,5601,56,610
હૈદરાબાદ1,43,5601,56,610
ચેન્નાઈ1,44,1601,57,270