Loading...

Gold Silver Price Today Live: ચાંદીમાં 15 વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today Live: જાણો ગઈકાલની સરખામણીમાં આજે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર જોવા મળ્યો છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 06 Feb 2026 08:23 AM (IST)Updated: Fri 06 Feb 2026 04:16 PM (IST)
gold-silver-price-today-february-06-mcx-mmtc-rates-in-mumbai-delhi-chennai-ahmedabad-vadodara-rajkot-surat-aaj-no-sona-chandi-no-bhav-686602

Gold Silver Price Today Live Updates 06 February 2026, (આજનો સોના ચાંદીનો ભાવ): સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 29 જાન્યુઆરીએ ચાંદી 4.20 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી, જ્યારે સોનું 1.93 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ચઢ્યું હતું. ત્યારબાદ બંને કિંમતી ધાતુઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. બજેટ અને ભારત-અમેરિકા વેપાર કરાર અંગેની જાહેરાતો બાદ ફરી એકવાર કિંમતોમાં તેજી જોવા મળી હતી, પરંતુ 5 ફેબ્રુઆરીએ ફરી ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો.

એપ્રિલ ડિલિવરી માટેનું સોનું 1.51 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જેમાં 1,326 રૂપિયાનો ઘટાડો નોંધાયો. જ્યારે માર્ચ ડિલિવરી માટેની ચાંદી 2.42 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી, જે અંદાજે 26,000 રૂપિયાની ઘટ સાથે હતી. આજે 6 ફેબ્રુઆરીએ ફરી એકવાર સોના-ચાંદીના ભાવ પર બજારની નજર ટકી છે.

લગ્ન સીઝનમાં ભાવમાં થતી આ વધઘટથી રોકાણકારો સાથે સામાન્ય ખરીદદારો પણ મૂંઝવણમાં મુકાયા છે. Multi Commodity Exchange of India (MCX) સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ચાલી રહેલી હલચલ, વધઘટના કારણો અને ભવિષ્યના ટ્રેન્ડ અંગેની તમામ જાણકારી લાઇવ અપડેટ્સમાં અહીં મળશે.

Gold Silver Price Today: દેશના પ્રમુખ શહેરોમાં આજનો ચાંદીનો ભાવ

Gold Silver Price Today Live: ચાંદીમાં 15 વર્ષમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો

વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા વચ્ચે 15 વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે. અહેવાલો મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ એક સમયે 10%થી વધુ તૂટી $65ની નીચે પહોંચી ગયા, જે છેલ્લા 6 અઠવાડિયાનો સૌથી નીચો સ્તર માનવામાં આવે છે.

જોકે ભારે વેચવાલી બાદ બજારમાં થોડો સુધારો આવ્યો અને ભાવમાં લગભગ 3%ની રિકવરી નોંધાઈ, તેમ છતાં અઠવાડિયાના અંત સુધીમાં ચાંદી કુલ મળીને આશરે 16% ઘટી ગઈ. અગાઉના સપ્તાહમાં પણ ચાંદીમાં લગભગ 18%નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. સતત બીજા સપ્તાહે થયેલો આ મોટો ઘટાડો 2011 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો ગણાય છે. બે અઠવાડિયાની આ તેજ ગિરાવટથી રોકાણકારોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે.

Gold Silver Price Today Live: સોનામાં ફરી ઉછાળો, ચાંદી હજુ પણ સસ્તી

કિંમતી ધાતુઓમાં ઘટાડાના માહોલ વચ્ચે સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. MCX પર એપ્રિલ ડિલિવરી સોનું 629 રૂપિયા વધીને 1,52,700 પ્રતિ 10 ગ્રામને પાર ગયું. દિવસની શરૂઆત 1,49,396 રૂપિયા આસપાસ થઈ હતી, એટલે કે અંદાજે 0.41%નો વધારો નોંધાયો.

બીજી તરફ, ચાંદીના ભાવમાં દબાણ યથાવત છે. શુક્રવારે બપોરે અંદાજે 1:15 વાગ્યે સવારના લગભગ 10,000 રૂપિયાના ઘટાડામાંથી થોડો સુધારો થયો અને ગિરાવટ 6,415 રૂપિયા સુધી મર્યાદિત રહી. તે સમયે ચાંદી 2,37,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહી હતી.

Gold Silver Price Today Live: સોનાના ભાવ વધ્યા

શુક્રવારે વહેલી સવારે ઘટાડા સાથે શરૂ થયેલા સોનાના ભાવમાં બાદમાં તેજીનો માહોલ જોવા મળ્યો. MCX પર સવારે અંદાજે 11:30 વાગ્યે એપ્રિલ ડિલિવરી માટેના સોનાના ભાવમાં ₹1600થી વધુનો ઉછાળો નોંધાયો. આ વધારા સાથે સોનું પ્રતિ 10 ગ્રામ આશરે ₹1.54 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું.

ચાંદીના ભાવમાં પણ થોડો સુધારો નોંધાયો હતો. તેમ છતાં, ચાંદી હજુ પણ ₹2.41 લાખ પ્રતિ કિલોગ્રામની આસપાસ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહી હતી. બજારમાં આવતીકાલની ચાલ માટે રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો અને ડોલરની દિશા પર કેન્દ્રિત રહી છે.

Gold-Silver Rate Today: સોના અને ચાંદીના ભાવમાં દૈનિક ફેરફારના કારણો

ભારતમાં સોના અને ચાંદીના ભાવ દરરોજ બદલાય છે. વૈશ્વિક બુલિયન બજાર, રૂપિયા-ડોલર વિનિમય દર અને સ્થાનિક માંગ અને પુરવઠો આના મુખ્ય કારણો છે. ફુગાવો, વ્યાજ દરો, આર્થિક અનિશ્ચિતતા અને ભૂ-રાજકીય ઘટનાઓ પણ રોકાણકારોને સલામત-હેવન સંપત્તિ તરફ દોરી જાય છે, જેના કારણે ભાવમાં વધઘટ થાય છે.

Gold Silver Price Today Live: RBI MPC બેઠકના રેપો રેટ અંગેના નિર્ણય પછી સોના અને ચાંદીની સ્થિતિ

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં, ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 5.25% પર સ્થિર રહ્યો છે. આ પછી, સ્થાનિક કોમોડિટી બજાર MCX પર સોના અને ચાંદીમાં થોડી રિકવરી જોવા મળી રહી છે. સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ₹1,52,488 થયો છે અને ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,37,364 થયો છે.

Gold Silver Price Today Live: MCX પર ચાંદી ઓલટાઈમ હાઈથી ₹1,87,672 ઘટી

29 જાન્યુઆરી, 2026 ના રોજ સોના અને ચાંદીએ તેના ઓલટાઈમ હાઈ રેકોર્ડને સ્પર્શ કર્યો. તે સમયે, સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ₹1,80,000 ની આસપાસ પહોંચી ગયો હતો અને ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹4,20,000 પર પહોંચી ગયો હતો. આજે, MCX પર બજાર ખુલ્યા પછી, ચાંદીનો ભાવ ₹2,32,328 પ્રતિ કિલોગ્રામ હતો અને સોનાનો ભાવ ₹1,50,534 પ્રતિ દસ ગ્રામ હતો. આનો અર્થ એ થયો કે ચાંદી ₹1,87,672 અને સોનાનો ભાવ ₹29,466 તેમના સંબંધિત ઓલટાઈમ હાઈથી ઘટી ગયો છે.

Gold Silver Price Today Live: ગોલ્ડ પ્લેટેડ પ્લેટિનમ આયાત પર પ્રતિબંધ

સોના સંબંધિત વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સરકારે ગોલ્ડ પ્લેટેડ પ્લેટિનમ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ સોનાની ભેળસેળ સાથે પ્લેટિનમની ગેરકાયદેસર આયાતને અટકાવવાનો છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અગાઉ પ્લેટિનમ એલોયના સ્વરૂપમાં સોનાની આયાત થતી હતી, જેને સરકારે પહેલેથી જ રોકી દીધી હતી. ત્યારબાદ સોનામાં મિશ્રિત પ્લેટિનમ ઉત્પાદનો આયાત કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ કડક પગલું ભર્યું છે.

Gold Silver Price Today Live: આજે સોનું કેટલું સસ્તું?

Multi Commodity Exchange of India (MCX) પર 6 ફેબ્રુઆરી 2026ના રોજ સોનાના ભાવમાં આશરે 1,500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સવારે 10:44 વાગ્યે એપ્રિલ ડિલિવરી માટેનું સોનું 1,50,585 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત અસ્થિરતા જોવા મળી રહી છે.

Gold Silver Price Today Live: ચાંદીના ભાવમાં 4%થી વધુનો ઘટાડો

શુક્રવારે ચાંદીમાં પણ તીવ્ર નબળાઈ જોવા મળી. માર્ચ ડિલિવરી ચાંદી ગુરુવારે 2,43,815 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી, જ્યારે શુક્રવારે તે 2,34,063 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલતાં જ ભારે ઘટાડો નોંધાયો. એક કલાકની અંદર જ લગભગ 9,859 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સવારે 10:14 વાગ્યે ચાંદી 2,33,106 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. કુલ મળીને આજે ચાંદીમાં 12,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.

Gold Silver Price Today Live: આજે કેટલા ઘટ્યા સોના-ચાંદીના ભાવ?ઐ

MCX વાયદા બજારમાં આજે સવારે ચાંદીમાં આશરે 11,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. કુલ મળીને ચાંદી લગભગ 2 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ ચૂકી છે. સોનામાં પણ અંદાજે 2,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેનો ભાવ પ્રતિ તોલા 1.50 લાખ રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

આજે 06 ફેબ્રુઆરીના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાનો દર

અમદાવાદમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Ahmedabad)

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,590 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,54,460 પ્રતિ 10 ગ્રામ છે.

સુરતમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Surat)

સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,590 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,54,460 પ્રતિ 10 ગ્રામ છે.

વડોદરામાં આજે સોનાનો દર (Todays Gold Rate in Vadodara)

વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,590 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,54,460 પ્રતિ 10 ગ્રામ છે.

રાજકોટમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Rajkot)

રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,590 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,54,460 પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Delhi)

દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,690 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,54,560 પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Mumbai)

મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,540 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,54,410 પ્રતિ 10 ગ્રામ છે.

કોલકાતામાં આજે સોનાનો દર (Todays Gold Rate in Kolkata)

કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,540 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,54,410 પ્રતિ 10 ગ્રામ છે.

બેંગલુરુમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Bengaluru)

બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,540 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,54,410 પ્રતિ 10 ગ્રામ છે.

હૈદરાબાદમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Hyderabad)

હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,540 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,54,410 પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નાઈમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Chennai)

ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,190 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,56,210 પ્રતિ 10 ગ્રામ છે.

Gold Silver Price Today Live: મિસ્ડ કોલથી જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ જાણવા હવે સરળ રીત ઉપલબ્ધ છે. ગ્રાહકો મિસ્ડ કોલ દ્વારા પણ સોનાના દર જાણી શકે છે. તેના માટે 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરવો રહેશે. મિસ્ડ કોલ કર્યા બાદ થોડા જ સમયમાં SMS દ્વારા સોનાનો ભાવ પ્રાપ્ત થશે. આ ઉપરાંત, સોનાના દર ચકાસવા માટે ibjarates.com જેવી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પણ માહિતી મેળવી શકાય છે.

Gold Price Today Live: 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં શું ફરક?

24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22 કેરેટ સોનું આશરે 91% શુદ્ધ ગણાય છે. 22 કેરેટ સોનામાં લગભગ 9% અન્ય ધાતુઓ - જેમ કે તાંબુ, ચાંદી અથવા જસત મિશ્રિત કરવામાં આવે છે, જેથી તેમાંથી ઘરેણાં બનાવવું સરળ બને. અત્યંત શુદ્ધ હોવાના કારણે 24 કેરેટ સોનામાંથી ઘરેણાં બનાવાતાં નથી; તેથી બજારમાં મોટા ભાગે 22 કેરેટ સોનું વેચાય છે.

Gold Price Today: સોનાની શુદ્ધતા કેવી રીતે ઓળખવી?

સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક ચિહ્નો જોવું જરૂરી છે. સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO (Indian Standard Organization) દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 22 કેરેટ પર 920, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. સામાન્ય વપરાશમાં 22 કેરેટ સોનું વધુ પ્રચલિત છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનાનો પણ ઉપયોગ કરે છે. કેરેટ જેટલું વધુ, સોનું તેટલું વધુ શુદ્ધ માનવામાં આવે છે.

શહેર10 ગ્રામ100 ગ્રામ1 કિલો
અમદાવાદ₹2,750₹27,500₹2,75,000
વડોદરા₹2,750₹27,500₹2,75,000
સુુરત₹2,750₹27,500₹2,75,000
રાજકોટ₹2,750₹27,500₹2,75,000
જામનગર₹2,750₹27,500₹2,75,000
ભાવનગર₹2,750₹27,500₹2,75,000
જૂનાગઢ₹2,750₹27,500₹2,75,000
સુરેન્દ્રનગર₹2,750₹27,500₹2,75,000
દાહોદ₹2,750₹27,500₹2,75,000
મુંબઈ₹2,750₹27,500₹2,75,000
દિલ્હી₹2,750₹27,500₹2,75,000
કોલકાતા₹2,750₹27,500₹2,75,000
બેંગલોર₹2,750₹27,500₹2,75,000
હૈદરાબાદ₹2,800₹28,000₹2,80,000
ચેન્નાઈ₹2,800₹28,000₹2,80,000