Loading...

Edible Oil Prices Today:ખાદ્ય તેલના ભાવમાં સ્થિર વલણ; સીંગતેલ, કપાસીયા અને પામોલીનના આજના ભાવ જાણો

અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2800, ઉપરમાં રૂપિયા 3150 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2850 રહ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 03 Apr 2026 09:22 PM (IST)Updated: Fri 03 Apr 2026 09:22 PM (IST)
stable-trend-in-edible-oil-prices-know-todays-prices-of-castor-oil-cottonseed-and-palm-oil-721134

Edible Oil Prices Today in Gujarat 3 April 2026: ખાદ્ય તેલમાં સતત ઊંચા લેવલ પર ભાવો જળવાઈ રહ્યા છે. અમદાવાદ ખાતે સીંગતેલ, કપાસીયા સહિતના તમામ જાતની તેલના ભાવમાં વ્યાપક ખરીદી વચ્ચે કિંમતમાં યથાવત સ્તર રહ્યું હતું.

સીંગતેલ (નવો ડબ્બો)નો આજનો ભાવ- Groundnut Oil Prices At Ahmedabad

અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2800, ઉપરમાં રૂપિયા 3150 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2850 રહ્યા હતા.

કપાસીયા તેલનો આજનો ભાવ - Cottonseed Oil Prices At Ahmedabad

અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2500 અને ઊંચામાં રૂપિયા 2700 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2750 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2200 રહ્યો હતો.

સનફ્લાવર તેલનો આજનો ભાવ- Sunflower Oil Prices At Ahmedabad

અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2400, કોપરેટ રૂપિયા 5100, સરસીયુ મોળું રૂપિયા 2450, સરસીયુ તીખુ રૂપિયા 2600 રહ્યા હતા.15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2750, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2400, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 770થી રૂપિયા 800 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 830થી રૂપિયા 850 વચ્ચે કામકાજ ધરાવતા હતા.