Gold-Silver Price: સોના-ચાંદીના ભાવોમાં સતત બીજા દિવસે ભારે મંદીનો દોર આગળ વધ્યો છે. વિશ્વ બજારોમાંથી મળેલી સંકેતો વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 13,000 એટલે કે 4.85 ટકા તૂટી રૂપિયા 2.55 લાખ થયો છે. જ્યારે સોનું રૂપિયા 3,400 એટલે કે 2.12 ટકા ઘટી રૂપિયા 1,57,200 થયું છે.
અમદાવાદ ખાતે સોના-ચાંદીનો ભાવ- Ahmedabad Gold-Silver Rates On 2 February-2026
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 5000 તૂટી રૂપિયા 2,55,000 થયો છે. જ્યારે અમદાવાદ શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1500 ઘટી રૂપિયા 1,58,500 અને અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું (99.5) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,500 ઘટી રૂપિયા 1,58,200 થયા છે.
વિશ્વબજારમાં સોના-ચાંદીના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી. હાજર ચાંદીનો ઔંસદીઠ ભાવ 3.02 ડોલર એટલે કે 4.26 ટકા તેજી સાથે 74 ડોલર રહ્યા હતા.
જ્યારે સોનાના ઔંસદીઠ ભાવ 106.74 ડોલર એટલે કે 2.23 ટકા વધી 4,887.30 ડોલર થયા હતી. ઈન્ટ્રા-ડેમાં આ ભાવ એક સમયે 4,654 ડોલરની નીચી સપાટીને સ્પર્શી ગયા હતા. ઓમાનમાં ચાલી રહેલી ઈરાન-અમેરિકા બેઠક અને અમેરિકા નાણાકીય નીતિના આગામી પરિસ્થિતિ વચ્ચે કિંમતી ધાતુઓને લઈ ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે.
