Gold Silver Price Crash Today: બે દિવસની ભારે તેજી બાદ આજે ફરી એક વખત સોના-ચાંદી (Gold-Silver Price)માં ભારે વેચવાલી જોવા મળતા રોકાણકારોમાં ભારે બેચેની જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળેલા નબળા સંકેત અને US ડોલરના દબાણ વચ્ચે કિંમતી ધાતુમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહ્યું છે. અમદાવાદ ખાતે ચાંદીના ભાવમાં રૂપિયા 25000 અને સોનામાં રૂપિયા 4000નો કડાકો થયો છે (Ahmedabad Gold-Silver Price).
સ્થાનિક વાયદા બજાર મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર માર્ચ ડિલિવરી માટે ચાંદીનો ભાવ રૂપિયા 29,850 (silver price crash) અથવા લગભગ 12% ઘટીને રૂપિયા 2,39,000 પ્રતિ કિલોગ્રામ (આજે ચાંદીનો ભાવ)ની નીચી સપાટીએ પહોંચી ગયો. એક દિવસ પહેલા આ જ ચાંદી રૂપિયા 2,68,850 (silver rate today) પર બંધ થઈ હતી. આ એક જ સત્રમાં નોંધપાત્ર ફટકો દર્શાવે છે.
અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવ
વિશ્વ બજારમાંથી મળેલા સંકેત વચ્ચે અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત ભારે ઘટાડો થયો છે. અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 25000 ગગડી રૂપિયા 2,60,000 રહ્યો છે. જ્યારે અમદાવાદ ખાતે શુદ્ધ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 4000 તૂટી રૂપિયા 1,60,000 રહ્યો છે. જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનું (99.5) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 400 ગગડી રૂપિયા 1,59,900 રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
આંતરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં ફરી એક વખત ભારે ધોવાણ જોવા મળ્યું છે. ઔંસદીઠ સોનાનો ભાવ 100 ડોલર એટલે કે 2.03 ટકા ગગડી 4,824.97 ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 7.84 ડોલર એટલે કે 9.26 ટકા તૂટી 76.86 ડોલર રહ્યો છે.
