Gold Price Crash News: આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ભારે અસ્થિરતા વચ્ચે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું જોવા મળ્યું છે. વૈશ્વિક સ્તરે આવેલી આ વેચવાલીને કારણે રોકાણકારોમાં ફાળ પડી છે. સતત વધારા બાદ હવે બજારમાં 'પ્રોફિટ બુકિંગ' અને 'પ્રાઈસ કરેક્શન'નો તબક્કો શરૂ થતા કિંમતોમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ
વૈશ્વિક બજારમાં સોમવારે સોનું દબાણ હેઠળ જોવા મળ્યું હતું. સોનું તેની તાજેતરની ઉચ્ચતમ સપાટીથી અંદાજે 7.7% ઘટીને $4500 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. તેની સરખામણીએ ચાંદીમાં વધુ મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદી અંદાજે 14% ઘટીને $72 ના સ્તરે પહોંચી છે. જો ઐતિહાસિક ઉચ્ચ સ્તર સાથે તુલના કરવામાં આવે તો, સોનાના ભાવમાં પ્રતિ ઔંસ $1100 થી વધુ અને ચાંદીમાં અંદાજે $50 નો ઘટાડો નોંધાયો છે.
ભારતીય બજાર (MCX) પર અસર
વૈશ્વિક બજારની આ નબળાઈની સીધી અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી છે:
આ પણ વાંચો
- સોનું (Gold MCX): 2 એપ્રિલ, 2026 ના વાયદા કરારમાં 4.57% નો ઘટાડો નોંધાતા ભાવ ₹1,40,999 પર પહોંચ્યા હતા.
- ચાંદી (Silver MCX): ચાંદીના ભાવમાં 13% જેટલો તોતિંગ ઘટાડો થતા ભાવ ₹2,30,732 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયા છે.
સોનાના ભાવમાં કયા દેશો છે સૌથી સસ્તા?
ભારતમાં ઊંચી આયાત જકાત અને ટેક્સના કારણે સોનું મોંઘું રહે છે, પરંતુ તાજેતરના ઘટાડા બાદ વિશ્વના કેટલાક દેશોમાં સોનાના ભાવ ભારત કરતા નોંધપાત્ર રીતે ઓછા છે:
યુનાઇટેડ સ્ટેટ્સ (USA): અમેરિકા હાલમાં સૌથી સસ્તા સોનાના બજારોમાં મોખરે છે. અહીં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ અંદાજે ₹15,905 છે. જ્યારે 22 કેરેટ માટે ₹15,078 અને 18 કેરેટ માટે ₹12,317 પ્રતિ ગ્રામ આસપાસ ભાવ ચાલી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા: સસ્તા સોનાની યાદીમાં ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે. અહીં 24 કેરેટ સોનું અંદાજે ₹15,000 પ્રતિ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે.
સિંગાપોર: એશિયામાં સિંગાપોર સોનાના વેપાર માટેનું મોટું હબ છે. ત્યાં 24 કેરેટ સોનાની કિંમત અંદાજે ₹14,300 અને 22 કેરેટની કિંમત ₹12,845 પ્રતિ ગ્રામ નોંધાઈ છે.
અન્ય સસ્તા દેશો: સિંગાપોર ઉપરાંત ઇન્ડોનેશિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, દુબઈ, ભૂટાન અને માલાવી જેવા દેશોમાં પણ ભારતીય બજારની સરખામણીએ સોનું સસ્તું મળી રહ્યું છે.
