Cheapest Gold Country: દરેક વ્યક્તિ સોનું ખરીદવા માંગે છે. પરંતુ હવે સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી સસ્તું સોનું ક્યાં મળે છે ? તમારા મનમાં પહેલું નામ દુબઈનું આવ્ચું હશે, પરંતુ આ જવાબ ખોટો છે. કારણ કે દુનિયાનું સૌથી સસ્તુ સોનું ભૂટાનમાં મળે છે. હવે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે તમે એક સમયે ભૂટાનથી ભારતમાં કેટલું સોનું લાવી શકાય ? ચાલો જાણીએ…
ભૂટાનમાં સોનું સસ્તું કેમ મળે છે ?
ભૂટાનમાં સૌથી સસ્તું સોનું કેમ મળે છે? આ પાછળનું કારણ એ છે કે ભૂટાનમાં સોનું કરમુક્ત છે. જેના કારણે સોનુ ખરીદવા પર ત્યાં સોના પર આયાત ડ્યુટી ઓછી ચુકવવી પડે છે. ઉપરાંત ભૂટાન અને ભારતમાં ચલણનું મૂલ્ય પણ લગભગ સમાન છે. આવી સ્થિતિમાં ભૂટાન જતા લોકો ત્યાંથી સોનું ખરીદવાનું જરૂર પસંદ કરે છે.
ભૂટાનથી કેટલું સોનું લાવી શકાય ?
ભૂટાન જઈને એક વ્યક્તિને એક સમયે ફક્ત 26 ગ્રામ સોનું લાવવાની છૂટ છે. જો તમે ભારતથી ભૂટાન જઈ રહ્યા છો તો કાયદેસર રીતે 26 ગ્રામ સોનું પરત લાવી શકો છો. પરંતુ અનેક લોકો ગેરકાયદેસર રીતે વધુ સોનું લાવે છે. જો પકડાઈ જાઓ છો તો તમારે ભારે દંડ ભરવો પડી શકે છે અને જેલ જવાની નોબત આવી શકે છે.
આ સાથે જ ભૂટાનથી સોનું ખરીદવા માટે પ્રવાસીઓએ ભૂટાન સરકાર દ્વારા પ્રમાણિત હોટલમાં ઓછામાં ઓછી એક રાત રોકાવું પડશે. જો કે ભૂતાન સિવાય થાઈલેન્ડ, સિંગાપુર, મલેશિયામાં પણ સોનું ભારત કરતાં સસ્તું છે.
