Loading...

Bharat Coking Coal IPO: આ વર્ષનો પ્રથમ મેઈનબોર્ડ IPO 9 જાન્યુઆરીએ ખુલશે, GMP 70% થી વધુ; અહીં મેળવો તમામ જાણકારી

Bharat Coking Coal IPO Details 2026: આ આર્ટિકલમાં જાણો ભારત કોકિંગ કોલ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 05 Jan 2026 10:50 AM (IST)Updated: Mon 05 Jan 2026 10:50 AM (IST)
bharat-coking-coal-ipo-to-open-friday-price-band-fixed-check-gmp-details-in-gujarati-668338

Bharat Coking Coal IPO Details 2026: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે મોટા સમાચાર છે. આ વર્ષનો સૌપ્રથમ મેઈનબોર્ડ IPO 9 જાન્યુઆરીથી ખુલવા જઈ રહ્યો છે. મિનરત્ન કંપની 'ભારત કોકિંગ કોલ લિમિટેડ' (BCCL) IPO રિટેલ રોકાણકારો માટે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. કોલ ઈન્ડિયા લિમિટેડ આ IPO દ્વારા ઓફર ફોર સેલ (OFS) હેઠળ પોતાના 46.57 કરોડ શેર વેચવાની તૈયારી કરી રહી છે. આ આર્ટિકલમાં જાણો ભારત કોકિંગ કોલ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

Bharat Coking Coal IPO: પ્રાઇસ બેન્ડ

Bharat Coking Coal IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 21-23 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 600 શેર છે. રિટેલ રોકાણકારો માટે ન્યૂનતમ રોકાણની રકમ 13,800 રૂપિયા છે.

Bharat Coking Coal IPO: લેટેસ્ટ GMP

investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, ભારત કોકિંગ કોલનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 21 થી રૂ. 23 સુધીના 70.87%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 39.3 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.

Bharat Coking Coal IPO: મહત્વપૂર્ણ તારીખો

Bharat Coking Coal IPO સબ્સ્ક્રિપ્શન માટે 09 જાન્યુઆરીના રોજ ઓપન થયો છે. જેને 13 જાન્યુઆરી, 2026 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 14 જાન્યુઆરીના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 16 જાન્યુઆરીના રોજ થશે.

Bharat Coking Coal IPO: ભારત કોકિંગ કોલ કંપની વિશે

1972 માં સ્થપાયેલી ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) દેશની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપની પાસે ઝારખંડના ઝારિયા અને પશ્ચિમ બંગાળના રાણીગંજમાં કોલસાની વિશાળ ખાણો આવેલી છે. 1 એપ્રિલ, 2024 ના ડેટા મુજબ, સરકાર પાસે 7910 Million Tonnes નો કોકિંગ કોલનો જથ્થો અનામત છે.

કંપનીની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને 2014 માં સરકાર દ્વારા તેને 'મિનરત્ન' નો દરજ્જો આપવામાં આવ્યો હતો. FY 2025 માં કંપનીનો ચોખ્ખો નફો 1240 કરોડ રૂપિયા રહ્યો હતો, જ્યારે કામગીરીમાંથી આવક 13,803 કરોડ રૂપિયા નોંધાઈ હતી. જોકે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કંપનીના નફામાં ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળામાં કર પછીનો નફો 124 કરોડ રૂપિયા રહ્યો છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં 749 કરોડ રૂપિયા હતો.

નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.