Post Office Scheme: દરરોજ રૂપિયા 333 બચત કરી લખપતિ બનો, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે સોનેરી તક

અટલ પેન્શન યોજના સાથે જોડાવા માટે તમે બેંક અથવા તો પોસ્ટ ઓફિસ (Post Office)માં ખાતું ખોલાવી શકો છો. આધાર કાર્ડ (Aadhaar Card) અને Active Mobile Number જરૂરી છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 10 May 2026 03:46 PM (IST)Updated: Sun, 10 May 2026 03:46 PM (IST)
become-a-millionaire-by-saving-rs-333-every-day-this-scheme-of-the-post-office-offers-a-golden-opportunity

Post Office RD Scheme: જો તમે જોખમ મુક્ત ધીમે ધીમે બચત કરવા ઈચ્છતા હોય તો પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ એટલે કે RD સ્કીમ તમારા માટે સૌથી સારો વિકલ્પ બની શકે છે. ખાસ વાત એ છે કે તેમાં દર મહિને થોડુ થોડું રોકાણ જમા કરીને તમે લાંબા ગાળા માટે મોટું ભંડોળ તૈયાર કરી શકો છો. આ જ કારણને લીધે નોકરીયાત વર્ગ, નાના વ્યાપારીઓ તથા ગૃહિણીઓ આ યોજનામાં ખૂબ જ રસ દર્શાવી રહ્યા છે.

પોસ્ટ ઓફિસ (Post Office)માં ખાતું ખોલાવી શકો છો

અટલ પેન્શન યોજના સાથે જોડાવા માટે તમે બેંક અથવા તો પોસ્ટ ઓફિસ (Post Office)માં ખાતું ખોલાવી શકો છો. આધાર કાર્ડ (Aadhaar Card) અને Active Mobile Number જરૂરી છે. આ સ્કીમમાં પૈસા જમા કરવા માટે માસિક, ત્રિમાસિક તથા છ માસિક સુવિધા મળી શકે છે. આ સાથે ઓટો ડેબિટની સુવિધા પણ મળી શકે છે. એટલે કે પૈસા આપમેળે જ અકાઉન્ટમાંથી કપાઈ શકશે.

વ્યાજ દર 6.7 ટકા વાર્ષિક વ્યાજ દર

પોસ્ટ ઓફિસની આ RD સ્કીમમાં અત્યારે વ્યાજ દર 6.7 ટકા વાર્ષિક વ્યાજ દર જમા કરવામાં આવે છે. આ યોજનામાં તમે ખૂબ જ નાની રકમપણ રોકાણ શરૂ કરી શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ દરરોજ આશરે રૂપિયા 333 બચાવો છો તો મહિનામાં આશરે રૂપિયા 10 હજાર જમા કરી શકાય છે. આ નાની બચત આગળ જતા મોટું ભંડોળ બની શકે છે.

આ સ્કીમની પાકવાની અવધિ 5 વર્ષ

આ સ્કીમની પાકવાની અવધિ 5 વર્ષની હોય છે. એટલે કે જો તમે સતત 5 વર્ષ સુધી દર મહિને નિયત રકમ જમા કરાવો છો તો સારી વાત એ છે કે તમે પાક્યા બાદ તેને આગળ વધારી શકો છો. એટલે કે તમારી બચત અને વ્યાજ બન્ને વધતા રહેશે.

રૂપિયા 12 લાખ સુધી પહોંચી શકે

જો તમે રોકાણ કોઈ સ્કીમને આગળ 5 વર્ષ માટે જાળવી રાખો છો તો કૂલ જમા રકમ રૂપિયા 12 લાખ સુધી પહોંચી શકે છે. વ્યાજને જોડ્યાં બાદ આ રકમ આશરે રૂપિયા 17 લાખથી વધારે હોઈ શકે છે. એટલે કે નિયમિત બચત તથા કમ્પાઉન્ડ વ્યાજનો ફાયદો મળે છે અને મોટું ભંડોળ તૈયાર કરી શકાય છે.