Loading...

એશિયન ગ્રેનિટો ઇન્ડિયાએ 9MFY26 માટે રૂ. 43.83 કરોડનો મજબૂત નેટ પ્રોફિટ નોંધાવ્યો

નાણાકીય વર્ષ 2026નાં ડિસેમ્બર ક્વાર્ટર એટલે કે ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ કન્સોલિડેટેડ નેટ સેલ્સ રૂ. 423.93 કરોડ નોંધાવ્યો છે

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 05 Feb 2026 02:04 PM (IST)Updated: Thu 05 Feb 2026 02:04 PM (IST)
asian-granito-india-posts-strong-net-profit-of-rs-43-83-crore-for-9mfy26-686212
HIGHLIGHTS
  • નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ નવ મહિના માટે નેટ સેલ્સ 10.60% વધીને રૂ. 1,219.10 કરોડ નોંધાયો.
  • નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ નવ મહિના માટે એબિટા વાર્ષિક 134.43% વધીને રૂ. 102.34 કરોડ નોંધાયો.

અમદાવાદ: ભારતની અગ્રણી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડે (AGL) ડિસેમ્બર 2025નાં અંતે પૂરા થતા નવ મહિનાનાં ગાળા માટે રૂ. 1,219.10 કરોડ કન્સોલિડેટેડ નેટ સેલ્સ નોંધાવ્યો છે, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 1,102.24 કરોડની સરખામણીમાં 10.60%નો વધારો દર્શાવે છે. માંગને કારણે સેલ્સમાં વધારો તથા ઓપરેશનલ ક્ષમતાને કારણે પર્ફોર્મન્સ મજબૂત રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, ગત વર્ષે રૂ. 4.97 કરોડની ખોટની તુલનામાં કંપનીએ રૂ. 43.83 કરોડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જ્યારે એબિટા વાર્ષિક 134.43%ની વૃદ્ધિ સાથે રૂ. 102.34 કરોડ રહ્યો છે.

નાણાકીય વર્ષ 2026નાં ડિસેમ્બર ક્વાર્ટર એટલે કે ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ કન્સોલિડેટેડ નેટ સેલ્સ રૂ. 423.93 કરોડ નોંધાવ્યો છે, જે ગત વર્ષે સમાન ગાળા માટે રૂ. 366.09 કરોડની સરખામણી 15.80%નો વધારો દર્શાવે છે. આ ગાળા માટે નેટ પ્રોફિટ રૂ. 20.07 કરોડ રહ્યું છે, જ્યારે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 4.53 કરોડની ખોટ નોંધાઇ હતી. એબિટા માર્જીન 603 bpsથી વધીને 9.62% નોંધાયું છે, જ્યારે એબિટા ઓપરેશનલ ક્ષમતાને કારણે 210.21% વધીને રૂ. 40.80 કરોડ રહ્યું છે.

કંપનીએ નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 4.42 કરોડ સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યું છે, જે 336.25%નો વધારો દર્શાવે છે. એબિટા ગત વર્ષે સમાન ગાળા દરમિયાન રૂ.1.61 કરોડની ખોટની તુલનામાં આ વર્ષે રૂ. 7.91 કરોડ નોંધાયો છે. નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ નવ મહિના માટે રેવન્યુ રૂ. 800.48 કરોડ તથા નેટ પ્રોફિટ રૂ. 17.39 કરોડ નોંધાયું છે.

કંપનીનાં પર્ફોર્મન્સ વિશે વાત કરતા એજીએલનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું કે, “રિયલ એસ્ટેટ માર્કેટમાં ઊછાળ તથા વિવિધ સરકારી પહેલનાં સપોર્ટને લીધે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કારણે માંગમાં વધારો તથા પ્રોડક્ટ્સમાં પણ ઇનોવેશન જોવા મળ્યું છે. માંગમાં વધારાને કારણે કંપનીનું પર્ફોર્મન્સ પણ મજબૂત રહ્યું છે. આ ઉપરાંત, અમે વિવિધ કેટેગરી માટે નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી છે, જે આવનારા સમયમાં સેલ્સમાં વધારો કરે તેવી અપેક્ષા છે. આગામી ત્રિમાસિક ગાળા માટે અમને ટોપલાઇન અને બોટમલાઇન બંનેમાં વૃદ્ધિની અપેક્ષા છે.

નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ નવ મહિના માટે નિકાસ કંપનીનાં કુલ ટર્નઓવરની આશરે 15% જેટલી નોંધાઇ છે. તાજેતરમાં, કંપનીએ Allomex Steel Private Limitedમાં 26% સ્ટેક અક્વાયર કર્યો છે, જે હવે એજીએલની એસોસિએટ કંપની બની ચુકી છે.

ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ તથા લેન્ડમાર્ક ભારત-ઇયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ભારતની સિરામિક ટાઇલ્સ તથા ક્વાર્ટ્ઝ ઇન્ડસ્ટ્રી માટે એક નિર્ણાયક વણાંક રજૂ કરે છે. 2025માં ટારીફમાં વધારાને કારણે નોંધપાત્ર અવરોધોનો સામનો કર્યા બાદ, ભારતીય પ્રોડક્ટ્સ પર યુએસ ઇમ્પોર્ટ ટારીફમાં 18% સુધીનો ઘટાડો, ઇન્ડિયન મેન્યુફેક્ચરર્સ માટે ફરી આશારૂપ છે.

યુએસ માર્કેટમાં ચીનના વર્તમાન આશરે 34% ટેરિફ બોજ પર નજર કરીએ તો આ ડીલનું મહત્વ સમજાશે, જે ભારતને વધુ ખર્ચ-કાર્યક્ષમ અને વિશ્વસનીય સોર્સિંગ ડેસ્ટિનેશન તરીકે સ્થાન આપે છે. ટેરિફ તફાવતમાં વધારો થવાથી નિકાસમાં મજબૂત વધારો, પ્રાઇસને લઇને સ્પર્ધાત્મકતામાં સુધારો અને હેલ્ધી માર્જિનની અપેક્ષા છે, જે ભારતીય નિકાસકારો માટે ટોપલાઇન ગ્રોથ અને બોટમલાઇન પ્રોફિટ બંનેમાં નોંધપાત્ર સુધારો લાવશે.

નાણાકીય વર્ષ 2024માં, ભારતની સિરામિક ટાઇલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 9% હતો, જેની આયાતનું મુલ્ય 250-260 મિલિયન ડોલર હતું. સુધારેલ માર્કેટ એક્સેસ, વધુ સપ્લાય-ચેઇન નિશ્ચિતતા અને અનુકૂળ ટેરિફ રિજાઇમ સાથે, અમેરિકામાં એક્સપોર્ટ હવે ઝડપી વૃદ્ધિ માટે સુસજ્જ છે.

સામૂહિક રીતે, ઇન્ડિયા-યુએસ અને ઇન્ડિયા-ઇયુ ટ્રેડ અગ્રીમેન્ટ્સ સતત એક્સપોર્ટ મોમેન્ટમને વેગ આપશે, માર્કેટ રીસ્કને ડાયવર્સિફાય કરશે અને હાઇ-વેલ્યુ સિરામિક ટાઇલ્સ, ક્વાર્ટઝ અને એડવાન્સ્ડ સરફેસ સોલ્યુશન્સ માટે વિશ્વસનીય ગ્લોબલ હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે.