Home Loan Tips: 25 વર્ષની હોમ લોન માત્ર 10 વર્ષમાં પૂરી થઈ જશે, ફોલો કરો આ ટીપ્સ

જો તમે હોમ લોન લીધી છે અને વહેલી તકે તેને પુરી કરીને તેમાંથી છુટવા માંગો છો તો અમે તમારા માટે કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ જેના થકી તમે 25 વર્ષની લોન માત્ર 10 વર્ષમાં પુરી શકો છો.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 16 Jul 2025 05:39 PM (IST)Updated: Wed, 16 Jul 2025 05:39 PM (IST)
25-years-home-loan-close-in-just-10-year-follow-tips

Home Loan Tips: આજના સમયમાં ઘર લેવાનું સ્વપ્ન સૌથી મોંઘા સપનાઓમાંનું એક છે અને આ સપનું પુરું કરવા માટે લોકોને હોમ લોન લેવી પડે છે. પરંતુ દર મહિને પગારનો મોટો ભાગ તેના હપ્તો ચૂકવવામાં જતો છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ વહેલી તકે હોમ લોન પુરી કરીને તેમાંથી છુટવા માંગે છો. જો તમે પણ આવું જ કંઈક વિચારી રહ્યા છો તો અમે તમારા માટે એવી કેટલીક ટીપ્સ લઈને આવ્યા છીએ જેના થકી તમે 25 વર્ષની લોન માત્ર 10 વર્ષમાં પુરી શકો છો.

દર વર્ષે એક હપ્તો વધારે ચુકવો

જો તમે 25 વર્ષની હોમ લોન ફક્ત 10 વર્ષમાં પૂર્ણ કરવા માંગો છો તો સૌથી પહેલા તમારે દર વર્ષે એક વધારાનો હપ્તો ચુકવવો પડશે. આનો ફાયદો એ થશે કે આ પૈસા તમારા વ્યાજની રકમમાંથી નહીં, પરંતુ મૂળ રકમમાંથી ઘટાડવામાં આવશે અને તેના કારણે લોનના વર્ષ પણ 25 વર્ષથી ઘટીને 20 વર્ષ થઈ જશે.

દર વર્ષે હપ્તાની રકમ વધારો

બીજી ટીપ્સ એ છે કે દર વર્ષે તમારે તમારા હપ્તાની રકમ વધારવી પડશે. તેનો ફાયદો એ થશે કે તમારા લોનના વર્ષ 25 વર્ષથી ઘટીને ફક્ત 12 વર્ષ થઈ જશે તમે ટૂંક સમયમાં લોનના બોજમાંથી બહાર નીકળી શકો છો.

મહત્વની ટીપ્સ

હવે મહત્વની ટીપ્સ એ છે કે જો તમે ઉપરની બંને ટીપ્સ એક સાથે ફોલો કરશો તો 25 વર્ષની લોન 10 વર્ષમાં બંધ કરી શકો છો. એટલે કે તમારે વર્ષમાં એક વાર વધારાનો હપ્તો ભરવો પડશે અને સાથે જ દર વર્ષે હપ્તાની રકમ પણ વધારવી પડશે. આ ટીપ્સ ફોલો કરીને તમે તમારી લોનમાંથી ફક્ત 10 વર્ષમાં જ છુટી જશો.