હેલ્થ એક્સપર્ટના મતે, બ્લડ પ્રેશર હાઈ થવું એક એવી જોખમી સ્થિતિ છે, જે ડાયરેક્ટ હાર્ટ માટે નુકસાનદાયક નીવડી શકે છે.
આજે અમે તમને કેટલાક એવા યોગાસન વિશે જણાવીશું કે, જેને કરવાથી બ્લડપ્રેશર તરત જ કંટ્રોલ થઈ શકે છે. તો ચાલો આ યોગાસન વિશે જાણીએ...
આ આસન બ્લડ સર્ક્યુલેશનને સુધારવાનું કામ કરે છે. આ સાથે જ ઉત્તનાસન કરવાથી માનસિક શાંતિ પણ મળે છે.
મેટ પર સીધા ઉભા રહી જાવ અને બન્ને પગને સમાંતર રાખ્યા બાદ બન્ને હાથને ઉપરની તરફ લઈ જાવ
હવે ઊંડો શ્વાસ લેતા હાથ ઉપર ઉઠાવો અને ધીમે-ધીમે શ્વાસ છોડતા નીચેની તરફ નમો. જે બાદ બન્ને હાથથી પગના પંજાને સ્પર્શવાનો પ્રયાસ કરો.
60 સેકન્ડ સુધી તમારે આજ પોઝિશનમાં રહેવાનું છે. આમ કરવાથી તમારું બ્લડપ્રેશર કંટ્રોલ થઈ શકે છે. હાર્ટને હેલ્ધી રાખવા માંગતા હોવ, તો આ આસન દરરોજ કરવું જોઈએ.
આ આસન કરવા માટે મેટ પર સીધા ઉભા રહી જાવ. આ દરમિયાન બન્ને પગ વચ્ચે અંતર રાખો. હવે આગળની તરફ નમતા બન્ને હાથને જમીન પર રાખો.
તમારા પગ અને છાતી વચ્ચે 90 ડિગ્રીનો કોણ બનવો જોઈએ. 2 થી 3 મિનિટ સુધી આજ પોઝિશનમાં રહો.