ગોળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી શિયાળાની ઋતુમાં તે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધુ જરૂરી બની જાય છે.
આ ઋતુમાં ગોળ એક એવી પ્રાકૃતિક ભેટ છે જે આપણા શરીરને માત્ર ગરમ જ નથી રાખતી પણ અનેક બીમારીઓથી પણ બચાવે છે.
ગોળમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટિવાયરલ ગુણ હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તે શરદી અને ઉધરસ જેવી બીમારીઓથી બચાવે છે.
ગોળ પાચન સુધારવામાં મદદ કરે છે. તે કબજિયાત, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે.
ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે લોહીને શુદ્ધ કરવામાં અને હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.
ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ગોળમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. તે ખીલ અને ડાઘ ઘટાડવામાં પણ મદદ કરે છે.
ગોળ મગજને શાંત કરે છે અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
દૂધ, પરાઠા, તલના લાડુ બનાવીને તેમજ ગોળની ચા બનાવીને સેવન કરી શકો છો.
સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.