Tight Jeans: કેમ પુરુષોએ ટાઈટ જીન્સ ના પહેરવા જોઈએ?


By Sanket M Parekh30, Jul 2025 03:44 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

આજકાલ ટાઈટ જીન્સ પહેરવું ફેશન થઈ ગયું છે, પરંતુ તે પુરુષોના સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક નીવડી શકે છે. આ સંદર્ભે સ્ત્રી રોગ અને IVF નિષ્ણાંત ડૉ. શોભા ગુપ્તા પાસેથી જાણીએ કે, લાંબા સમય સુધી ટાઈટ જીન્સ પહેરવાથી પુરુષોને કઈ-કઈ સમસ્યા થઈ શકે છે.

નપુંસકતાનો ખતરો

ટાઈટ જીન્સ જાંઘોનું તાપમાન વધારે છે. જેનાથી શુક્રાણુઓની સંખ્યા ઘટી શકે છે. લાંબા સમય સુધી આવા જીન્સ પહેરવાથી પુરુષોમાં નપુંસકતાનો ખતરો વધી શકે છે.

બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ

વધુ પડતું ટાઈટ જીન્સ નસો પર દબાણ લાવે છે, જેનાથી લોહીનો પ્રવાહ આગળ વધતો અટકી શકે છે. જેના પરિણામે ત્વચા પર ખંજવાળ, ફોલ્લીઓ અને ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે.

સ્લીપ ડિસ્કનું રિસ્ક વધશે

લાંબા સમય સુધી ટાઈટ જીન્સ પહેરવાથી બેસવામાં અને ઊઠવામાં તકલીફ થાય છે. જેના પરિણામે ધીમે-ધીમે કમરનો દુખાવો અને સ્લીપ ડિસ્ક જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પ્રાઈવેટ પાર્ટ પર અસર

અંડકોષ પાસે બ્લડ સર્ક્યુલેશન અટકી જવાથી પુરુષોને ભારે નુકસાન થઈ શકે છે. વધુ પડતા ટાઈટ કપડાં પહેરવાથી આ સંવેદનશીલ ભાગને નુકસાન થઈ શકે છે

સ્કિન પર વિપરિત અસર

ટાઈટ જીન્સ ત્વચા સાથે ચોંટી રહે છે, જેના કારણે ત્વચા પરનો ભેજ ઓછો થઈ જાય છે. જેનાથી શરીર પર ફોલ્લીઓ, ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ વધી શકે છે.

ફંગલ ઈન્ફેક્શનનો ખતરો

ટાઈટ જીન્સથી પરસેવો સૂકાઈ શકતો નથી. જેના પરિણામે સ્કીન ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. લાંબા સમય સુધી સ્કીન ટાઈટ જીન્સ પહેરવાથી ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે.

પુરુષોએ કેવા કપડા પહેરવા

પુરુષો એવા કપડાં પહેરે, જે સ્કીન માટે સારા અને આરામદાયક હોય. ઉનાળામાં ખુલ્લા કપડાં પહેરો અને જો એલર્જી થાય તો તરત જ ખુલ્લી પેન્ટ્સ પહેરવાનું શરૂ કરો. પુરુષોએ ટાઈટ જીન્સને બદલે ઢીલા અને આરામદાયક કપડાં પહેરવા જોઈએ. આ ઉપરાંત, બાળકોને પણ ટાઈટ કપડાંની આદત ન પાડશો.

હિબિસ્કસના છોડમાં કળીઓ નથી આવતી, આ ટિપ્સ એન્ડ ટ્રીક અજમાવો