તલનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ શું તમે તલ ખાવાના ગેરફાયદા વિશે નહીં સાંભળ્યું હોય.
તલમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા 6 ફેટી એસિડ, મેગ્નેશિયમ, ઝિંક, ફોસ્ફરસ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.
ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલના જણાવ્યા અનુસાર, તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેની તાસીર ગરમ હોય છે. તેથી તે શરીરને હૂંફ આપે છે, પરંતુ તલના સેવનથી કેટલાક લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
પાચનશક્તિ નબળી હોય તેમણે તલનું સેવન ટાળવું જોઈએ. આનાથી પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.
તલના સેવનથી કેટલાક લોકોને એલર્જીની સમસ્યા થઈ શકે છે. તેલ ખાવાથી ઉબકા, ખંજવાળ, ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે.
વધુ પડતા તલ ખાવાથી પેટની ચરબી ઝડપથી વધી શકે છે, તેથી વજન ઘટાડવાનું વિચારતા હોવ તો તમારે તેનું સેવન ટાળવું જોઈએ.
કોઈ સમસ્યા હોય તો પહેલા ડૉક્ટરની સલાહ વગર તલનું સેવન ટાળવું, નહીં તો તલ ખાધા પછી ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શેક છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.