Brinjal Side Effects: આ લોકોએ ભૂલેચૂકે રીંગણ ન ખાવા જોઈએ,જાણો કેમ?


By Vanraj Dabhi05, Nov 2024 02:38 PMgujaratijagran.com

રીંગણ ન ખાવા

રીંગણ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ કેટલાક રોગો દરમિયાન તેનું સેવન શરીર માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કોણે રીંગણ ન ખાવા જોઈએ?

નિષ્ણાત અભિપ્રાય

એક્સપર્ટ વરુણ કાત્યાલના મતે, રીંગણનું વધુ પડતું સેવન તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. તેમજ ડિપ્રેશન અને કિડની સંબંધિત રોગોથી પીડિત દર્દીઓએ રીંગણ ખાવાનું ટાળવું જોઈએ.

હૃદયના દર્દીઓ

રીંગણને તળતી વખતે તેમાં મોટી માત્રામાં ચરબી જમા થાય છે. વધુ પડતી ચરબી હૃદય માટે હાનિકારક છે. તેથી હૃદય રોગના દર્દીઓએ તેનું સેવન ન કરવું જોઈએ.

ડિપ્રેશન

જો તમે ડિપ્રેશન માટે દવાઓ લઈ રહ્યા છો, તો તમારા રીંગણનું સેવન ટાળવું. રીંગણ ખાવાથી દવાની અસર ઓછી થાય છે.

કિડનીના દર્દીઓ

કિડનીમાં પથરી હોય તો રીંગણનું સેવન ટાળવું જોઈએ. રીંગણ પથરીનું કદ વધારે છે, જેથી કીડનીમાં સખત દુખાવો થવા લાગે છે.

એલર્જી

જો તમને રીંગણ ખાધા પછી એલર્જી થતી હોય, તો તેનું સેવન ટાળો. રીંગણ એલર્જીની સમસ્યાને વધારે છે.

પેટ માટે હાનિકારક

જો તમને ગેસ, કબજિયાત અને અપચોની સમસ્યા હોય તો રીંગણ ન ખાઓ.

મેદસ્વી લોકોએ રીંગણ ન ખાવા જોઈએ

જો તમારું વજન વધારે હોય તો રીંગણ ન ખાઓ. રીંગણ રાંધતી વખતે તેમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે તમારું વજન ઝડપથી વધવા લાગે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે માત્ર ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Turmeric Water: હળદરનું પાણી પીવાના સ્વાસ્થ્ય લાભો